Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો:અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન

    21 hours ago

    પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સર્કિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની "મેક વે" કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો છે. 16 માર્ચથી કંપનીએ સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન શરૂ કરી પોતાનો સ્ટાફ પણ નિયુક્ત કર્યો છે. અગાઉના ભાડામાં બમણા કરતા પણ વધારો ખાનગી સંચાલન શરૂ થતા જ રૂમના ભાડામાં ભારે વધારો નોંધાયો છે. હાલ VVIP રૂમ માટે ₹7100, VIP રૂમ માટે ₹6200 અને ડિલક્સ રૂમ માટે ₹4200 સુધીના દર નક્કી કરાયા છે. અગાઉ, સરકારના સંચાલન હેઠળ આ રૂમોનું ભાડું આશરે ₹2800 જેટલું હતું. તહેવારો અને પ્રવાસી સિઝનમાં આ દરોમાં વધુ વધારો થવાની સંભાવના છે, જેના કારણે સામાન્ય યાત્રિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 30.55 કરોડના ખર્ચે બન્યું, પીએમ મોદી દ્વાર 2022માં લોકાર્પણ અરબી સમુદ્ર કિનારે, સોમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલું આ ભવ્ય સર્કિટ હાઉસ વર્ષ 2022માં પૂર્ણ થયું હતું. લગભગ ₹30.55 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ચાર માળનું અતિથિ ગૃહ 15,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં 2 VVIP સ્યુટ, 7 VVIP રૂમ, 8 VIP રૂમ અને 24 ડિલક્સ રૂમ ઉપરાંત કિચન, ડાઇનિંગ હોલ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ અતિથિ ગૃહનું ખાતમુહૂર્ત 22 નવેમ્બર 2018ના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયું હતું. ત્યારબાદ 21 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાણાકીય ખાધને પહોંચી વળવા સરકારે લીઝ મોડેલ અપનાવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સર્કિટ હાઉસના સંચાલનમાં દર મહિને ₹7 થી 8 લાખ જેટલો ખર્ચ થતો હતો, જ્યારે આવક માત્ર ₹2 થી ₹2.5 લાખ જેટલી હતી. આ નાણાકીય ખાધને પહોંચી વળવા સરકારે લીઝ મોડેલ અપનાવ્યું છે. અમદાવાદની "મેક વે" કંપનીએ આ સર્કિટ હાઉસને અંદાજે ₹80 લાખ વાર્ષિક ભાડે સંભાળ્યું હોવાનું જાણવા મળે છે. 3 VVIP સ્યુટ અને લગભગ 10 VIP રૂમ અનામત સૂત્રો એ પણ જણાવે છે કે સર્કિટ હાઉસમાં 3 VVIP સ્યુટ અને લગભગ 10 VIP રૂમ રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહેમાનો માટે અનામત રાખવા માટે એક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવી રહી છે. સર્કિટ હાઉસના ખાનગીકરણથી ચર્ચાઓ તેજ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે બનાવાયેલું આ સરકારી અતિથિ ગૃહ હવે મોંઘું બનતા સામાન્ય લોકોની પહોંચની બહાર જતું હોવાની લાગણી ઉદભવી રહી છે. ખાનગીકરણથી સુવિધાઓમાં સુધારો થશે કે સામાન્ય યાત્રિકો પર આર્થિક બોજ વધશે, તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ:કડીમાં યુવાન પર જીવલેણ હુમલા મામલે ક્ષત્રિય સમાજનો રોષ, મહેસાણામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર
    Next Article
    નંદેલાવ પંચાયતમાં 80 ટકા વેરા વસૂલાત પૂર્ણ:ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોનું વેરા વસૂલાત માટે વિશેષ અભિયાન તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment