Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામ ઝોનમાં સફાઈ ઝુંબેશ:2800થી વધુ નાગરિકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ શ્રમદાન કર્યું, 53 હજારનો દંડ વસૂલાયો

    1 week ago

    સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર અને રોગચાળા મુક્ત રાખવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સીધા માર્ગદર્શન હેઠળ આજે સુરતના નોર્થ ઝોન (કતારગામ) વિસ્તારમાં સફાઈ અને જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનીક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પણ ખભેખભા મિલાવીને ભાગ લીધો હતો. 53 હજારનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે નોર્થ ઝોનના ગોટાલાવાડી વોર્ડ વિસ્તારમાં કિરણ હોસ્પિટલથી લઈને દીપુનો ટેકરો, ટોરેન્ટ પાવર અને જૂની ઝોન ઓફિસ રોડ સુધીના મુખ્ય માર્ગો પર ઓપરેશન હેલ્થકેર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ, નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારની અંદાજે 80 જેટલી સંસ્થાઓ અને વ્યાપારી એકમોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું જેમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ન કરતી સંસ્થાઓ અને જરૂરી લાયસન્સ વગર વ્યવસાય કરતા 45 શખસો વિરુદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 35 સંસ્થાઓને ગંદકી બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 53,000 જેટલી રકમનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પરિબળો સામે લાલ આંખ કરતા પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અખાદ્ય પદાર્થોના વેચાણ પર પણ તરાપ મારવામાં આવી હતી, જેમાં 13 કિલોગ્રામ જેટલા અયોગ્ય ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. 2860 જેટલા જાગૃત નાગરિકોએ રસ્તા પર ઉતરી શ્રમદાન કર્યું હતું 15 જેટલી બિન-સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમો જોડાઈ હતી. અને 16 સુપરવાઈઝરી સ્ટાફ અને 118 સફાઈ કામદારોએ સમગ્ર રૂટને ચકાચક કર્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ અને નોર્થ ઝોનના ઝોનલ ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓ તેમજ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. માત્ર સફાઈ કરવાથી શહેર સ્વચ્છ નથી રહેતું, પરંતુ કચરાનો યોગ્ય નિકાલ પણ એટલો જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમોએ ઘરે-ઘરે અને દુકાને-દુકાને જઈને લોકોને સૂકો અને ભીનો કચરો અલગ પાડવા માટેની વૈજ્ઞાનિક સમજ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સાજીદે અભિષેક ગુપ્તાના નામે હોટલમાં એન્ટ્રી મેળવી:અભયકુમાર શર્માએ AIની મદદથી આરોપીનું આધાર કાર્ડ બનાવ્યું, ધો.12ની સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો
    Next Article
    નવી મતદારયાદી જાહેર:અમદાવાદમાં નાગરિકો AMC ઓફિસો ખાતે લગાવેલી મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment