Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતા પેસેન્જરની બેગમાંથી 8.6 કિલો ગાંજો મળતા અટકાયત

    8 hours ago

    સુરત એરપોર્ટ પર આજે વહેલી સવારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતા એક શંકાસ્પદ મુસાફર મળી આવ્યો હતો. આ મુસાફરની તપાસ કરતા તેના સામાનમાંથી નશીલો પદાર્થ મળી આવતા એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. 8.6 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો DRIની તપાસ દરમિયાન મુસાફર પાસેથી અંદાજિત 8.600 કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. આ પદાર્થ સામાન્ય ગાંજા કરતા વધુ ઘાતક અને મોંઘો હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત અંદાજે ₹2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડોમેસ્ટિક ફ્લાઈટમાં ડ્રગ્સ મળતા સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ સામાન્ય રીતે હાઈબ્રિડ ગાંજો કે અન્ય મોંઘા નશીલા પદાર્થો વિદેશથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં લાવવામાં આવતા હોય છે. પરંતુ આ કિસ્સામાં દિલ્હી-સુરતની ડોમેસ્ટિક ફ્લાઈટમાંથી આટલો મોટો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ જથ્થો દિલ્હીમાં ક્યાંથી આવ્યો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો. મોટા રેકેટના પર્દાફાશની શક્યતા DRI દ્વારા પકડાયેલા મુસાફરની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં સુરત અને દિલ્હીના અન્ય ડ્રગ પેડલર્સની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાઈબ્રિડ ગાંજાના આ કેસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની અને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં આંજણા ચૌધરી સમાજના 25મા સમૂહ લગ્ન યોજાયા:નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, વિધાનસભા અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ
    Next Article
    કચ્છનું નાનું રણ બન્યું વિદેશી પક્ષીઓનું સ્વર્ગ:પ્રવાસી પક્ષીઓની સંખ્યા સાડા ત્રણ લાખને પાર, 2023ની ગણતરી કરતાં 3.5 ગણો વધારો, 30થી વધુ શિકારી પક્ષીઓ પણ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment