Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છનું નાનું રણ બન્યું વિદેશી પક્ષીઓનું સ્વર્ગ:પ્રવાસી પક્ષીઓની સંખ્યા સાડા ત્રણ લાખને પાર, 2023ની ગણતરી કરતાં 3.5 ગણો વધારો, 30થી વધુ શિકારી પક્ષીઓ પણ નોંધાયા

    7 hours ago

    આજે 8મી મે એટલે કે 'વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ'. આ અવસરે પક્ષીપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. માનવીય ખલેલથી મુક્ત એવું કચ્છનું નાનું રણ વિદેશી મહેમાનો માટે સલામત આશ્રયસ્થાન સાબિત થઈ રહ્યું છે. તાજેતરના આંકડાઓ મુજબ, 2023ની ગણતરી કરતાં 3.5 ગણો જંગી વધારો નોંધાયો છે, જે આ વર્ષે સાડા ત્રણ લાખને પાર કરી ગઈ છે. વધતી સંખ્યા: 99 હજારથી સીધો 3.50 લાખનો આંકડો અગાઉની ગણતરીમાં પાટડીના રણમાં 103 પ્રજાતિના કુલ 99,740 પક્ષી નોંધાયા હતા. જોકે, લેટેસ્ટ પક્ષી ગણતરીમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 3,51,196 પર પહોંચ્યો છે. આ વધારાને પગલે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝોન મુજબ પક્ષીઓની સંખ્યાની વિગત રણના મુખ્ય ચાર ઝોનમાં કરવામાં આવેલી ગણતરીના આંકડા નીચે મુજબ છે: હજારો કિલોમીટર કાપીને આવતા વિદેશી મહેમાનો પાટડી-ખારાઘોડાના રણમાં આવેલા 74 જેટલા બેટ અને જળાશયોના કાંઠે સાઇબેરિયા, યુરોપ અને લદાખ જેવા અંતરિયાળ વિસ્તારોથી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. જેમાં મુખ્યત્વે: શિકારી પક્ષીઓનું પણ મનપસંદ સ્થળ આ રણ માત્ર જળચર પક્ષીઓ માટે જ નહીં, પણ શિકારી પક્ષીઓ (Raptors) માટે પણ અનુકૂળ છે. અફાટ રણમાં 30થી વધુ પ્રકારના શિકારી પક્ષીઓ નોંધાયા છે, જેમાં ઇમ્પીરીયલ ઇગલ, સ્ટેટી ઇગલ, પેરાગ્વિન ફાલ્કન, મર્લિન અને બાજ જેવા પ્રભાવશાળી પક્ષીઓનો સમાવેશ થાય છે. અભયારણ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દર વર્ષે નવેમ્બરથી માર્ચ દરમિયાન આ રણ વિદેશી પક્ષીઓથી ઉભરાય છે. માનવીય દખલગીરી નહિવત હોવાથી પક્ષીઓ અહીં સુરક્ષિત અનુભવે છે. માર્ચ માસમાં ગરમીની શરૂઆત થતા જ આ પક્ષીઓ સમૂહમાં પોતાના વતન ભણી ઉડાન ભરે છે. આમ, કચ્છનું નાનું રણ પર્યાવરણ અને પક્ષી સંરક્ષણની દ્રષ્ટિએ વૈશ્વિક નકશા પર એક મજબૂત સ્થાન ધરાવે છે, જેની પુષ્ટિ આ વર્ષના આંકડાઓ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતા પેસેન્જરની બેગમાંથી 8.6 કિલો ગાંજો મળતા અટકાયત
    Next Article
    સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તા પરિવર્તન:અશોક જીરાવાલા પ્રમુખ તરીકે બિનહરીફ, ઉપપ્રમુખ પદ માટે ખરાખરીનો જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment