Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તા પરિવર્તન:અશોક જીરાવાલા પ્રમુખ તરીકે બિનહરીફ, ઉપપ્રમુખ પદ માટે ખરાખરીનો જંગ

    7 hours ago

    દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત અને અગ્રણી સંસ્થા 'સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ' (SGCCI) માં આગામી નવી ટર્મ માટેની ચૂંટણીના સમીકરણો હવે સ્પષ્ટ થઈ ગયા છે. શુક્રવાર, 8મી મેના રોજ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે જે ચિત્ર સામે આવ્યું છે તે મુજબ, વર્તમાન ઉપપ્રમુખ અશોક જીરાવાલા પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખના પદ માટે 6 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. અશોક જીરાવાલા આગામી ટર્મ માટે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર થયા ચેમ્બરની દાયકાઓ જૂની પરંપરા રહી છે કે જે વ્યક્તિ ચાલુ વર્ષે ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે, તેઓ જ આગામી ટર્મ માટે પ્રમુખનો પદભાર સંભાળે છે. આ વર્ષે પણ આ લોકશાહી પરંપરા અતૂટ રહી છે. પ્રમુખ પદ માટે શરૂઆતમાં બે સભ્યોએ ફોર્મ ઉપાડ્યા હતા પરંતુ, અંતિમ સમય સુધી અશોક જીરાવાલા સિવાય અન્ય કોઈ સભ્યએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી નહોતી. પરિણામે, અશોક જીરાવાલા આગામી ટર્મ માટે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર થયા છે. તેમની આ વરણીને ઉદ્યોગ જગતે આવકારી છે, કારણ કે તેઓ લાંબા સમયથી સંસ્થા સાથે જોડાઈને વેપારીઓના પ્રશ્નો માટે સક્રિય રહ્યા છે. એક તરફ પ્રમુખ પદ માટે બિનહરીફ વરણી થઈ છે, તો બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી અને ખેંચતાણ જોવા મળી રહી છે. શુક્રવાર સુધીમાં કુલ 6 ઉમેદવારોએ ઉપપ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ 6 ઉમેદવારોમાં સીએ મિતિષ મોદી, રવિરાજ દેસાઈ, ભરત વાણાવાલા, મનિષ કાપડિયા, નિતિન ભરુચા, બિજલ જરીવાલા. આ તમામ ઉમેદવારો પોતપોતાની રીતે મજબૂત પકડ ધરાવે છે, જેના કારણે ઉપપ્રમુખ પદની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા છે. અંતિમ ક્ષણ સુધી સમાધાનના પ્રયાસો ચાલુ રહી શકે ચેમ્બરની ચૂંટણી સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે 4થી 8 મે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત (જે ગઈકાલે પૂર્ણ થઈ છે). ફોર્મ ચકાસણી ભરાયેલા ફોર્મની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે. 14 મે સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધિ રાખવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન ઉમેદવારો વચ્ચે સહમતી સધાય અને નામ પરત લેવામાં આવે, તો ચિત્ર બદલાઈ શકે છે. 24 મે રવિવાર જો જરૂર જણાશે અને ઉમેદવારો મેદાનમાં રહેશે, તો રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, મેનેજિંગ કમિટીની જેમ જ ઉપપ્રમુખ પદ માટે પણ મતદાનના એક દિવસ અગાઉ સુધી ફોર્મ પરત ખેંચી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે, જેથી અંતિમ ક્ષણ સુધી સમાધાનના પ્રયાસો ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરતી આ સંસ્થામાં કોણ નવો ચહેરો ઉપપ્રમુખ તરીકે આવશે, તેના પર સૌની નજર છે. અશોક જીરાવાલાના નેતૃત્વમાં નવી ટીમ કેવી રીતે કાર્ય કરશે અને સુરતના વેપારને વૈશ્વિક સ્તરે કેવી ગતિ આપશે, તે આવનારો સમય જ બતાવશે. હાલમાં તો ચેમ્બરના સભ્યો અને ઉદ્યોગપતિઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છનું નાનું રણ બન્યું વિદેશી પક્ષીઓનું સ્વર્ગ:પ્રવાસી પક્ષીઓની સંખ્યા સાડા ત્રણ લાખને પાર, 2023ની ગણતરી કરતાં 3.5 ગણો વધારો, 30થી વધુ શિકારી પક્ષીઓ પણ નોંધાયા
    Next Article
    Auto-rickshaw drivers, commuters in grind: CNG prices soar to Rs 92.25 per kg in Pune, Pimpri-Chinchwad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment