Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણસરમાં રક્તદાન કેમ્પ યોજાયો, 28 લોકોએ રક્તદાન કર્યું:PHC પાડધરા, CHC લુણસર, બજરંગ ધૂન મંડળ અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી આયોજન

    10 hours ago

    લુણસરમાં ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો. PHC પાડધરા, CHC લુણસર, બજરંગ ધૂન મંડળ લુણસર અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. તેમાં કુલ 28 લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. લુણસર ગામ અને આસપાસના વિસ્તારના યુવાનો તથા સેવાભાવી લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા ડો. દેવેન્દ્ર પરમાર, કાંતિભાઈ વાઘેલા, રાજેશભાઈ ચાવડા, સરપંચ ડાયાભાઈ વસિયાણી અને જયકુમાર વસિયાણીએ સહકાર આપ્યો હતો. PHC પાડધરાના કર્મચારીઓ, બજરંગ ધૂન મંડળના યુવાનો અને લુણસર ગામના યુવાઓએ પણ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા:ફરીદાબાદમાં પત્નીએ છરીના ઘા માર્યા, 3 વર્ષથી અફેર ચાલી રહ્યું હતું; પોલીસે પ્રેમી સાથે જેલમાં ધકેલી
    Next Article
    અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત કર્યો:નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારઝૂડ કરતો; પહેલી પત્નીએ પણ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment