Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત કર્યો:નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારઝૂડ કરતો; પહેલી પત્નીએ પણ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું

    9 hours ago

    અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ ઊંઘની ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, પતિના ત્રાસથી પહેલી પત્નીએ પણ આપઘાત કર્યો હતો. જે બાદ બાળકોના પોષણ માટે કૌટુંબિક મહિલાએ તેની સાથે લગ્ન કર્યાં હતા. જોકે, બીજી પત્ની પણ પતિના ત્રાસનો ભોગ બની હતી. આ અંગે સાસુએ જમાઈ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. લગ્નના પાંચ વર્ષ બાદ પહેલી પત્નીએ આત્મહત્યા કરી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં આવેલી દિલ્લીવાળી ચાલી ખાતે રહેતાં સીમાદેવી ચૌહાણની મોટાબાપાની પુત્રી સંજુનાં લગ્ન આશરે 13 વર્ષ પહેલાં મધ્યપ્રદેશના અમિતસિંહ તોમર સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન સંજુને બે બાળકો થયાં હતાં. જોકે, પતિ અમિતસિંહના ત્રાસથી કંટાળીને સંજુએ લગ્નનાં પાંચેક વર્ષ બાદ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ બંને નાનાં બાળકોના પાલનપોષણ માટે પરિવારે સીમાદેવીની નાની દીકરી એકતાનાં લગ્ન અમિતસિંહ સાથે કરાવ્યાં હતાં. નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારઝૂડ કરતો લગ્ન બાદ અમિતસિંહે એકતાને પણ નાની-નાની બાબતોમાં હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. એકતાને ઊંઘ ન આવવાની તકલીફ હોવાથી તે દવાઓ લેતી હતી. આ દવાઓ તેમજ ઘરકામ જેવી બાબતોને લઈને પતિ તેની સાથે ઝઘડો કરતો અને મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં, અમિતસિંહ એકતાને ઘરમાં પૂરી રાખતો અને જમવાનું પણ આપતો ન હોવાનો આરોપ છે. માતાને ફોન કરીને કહ્યું, ‘હું ખૂબ કંટાળી ગઈ છું, કંઈક કરી લઈશ’ પતિના સતત ત્રાસથી કંટાળેલી એકતાએ પોતાની માતાને ફોન કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે પતિ ખૂબ જ ત્રાસ આપતો હોવાનું જણાવી કહ્યું હતું કે, તે હવે ખૂબ કંટાળી ગઈ છે અને કંઈક કરી લેશે. આથી પરિવારજનો તેને સાંત્વના આપીને સમજાવતા હતા. જોકે, પરિસ્થિતિમાં સુધારો થયો ન હતો અને અંતે એકતાએ આપઘાત કરી લીધો હતો. ગત 10 ઓક્ટોબરના રોજ અમિતસિંહ સીમાદેવીના ઘરે આવ્યો હતો અને એકતા જાગતી ન હોવાનું જણાવ્યું હતું. આ જાણ થતાં પરિવારજનો તાત્કાલિક એકતા પાસે પહોંચ્યા હતા. તે સમયે એકતા બેભાન હાલતમાં પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બીજી પત્નીના મોત બાદ પતિ ફરાર, સાસુએ નોંધાવી ફરિયાદ એકતાના મોત બાદ તેનો પતિ અમિતસિંહ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે મૃતકની માતા સીમાદેવીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અમિતસિંહ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લુણસરમાં રક્તદાન કેમ્પ યોજાયો, 28 લોકોએ રક્તદાન કર્યું:PHC પાડધરા, CHC લુણસર, બજરંગ ધૂન મંડળ અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી આયોજન
    Next Article
    મોરબીમાં 34 વર્ષ જૂની ગરબી પરંપરા જળવાઈ:ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળમાં 180 બાળાઓએ અંગારા સહિતના રાસ રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment