Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વરમાં રસ્તે પાણી ન ભરાઈ તે માટે સ્લેબ કલ્વર્ટ બનાવાશે:28 માર્ચે CM નવી RTO ઓફિસ-ટેસ્ટ ટ્રેકને ખુલ્લો મુકશે; અન્ય 44 કામોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત

    23 hours ago

    આવતીકાલે (28 માર્ચ) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. જેમાં વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો-દુકાનો સહિતના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે 1.25 કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ હવે રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામનું ખાતુમહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં વોંકળો પણ પસાર થઈ રહ્યો હોવાથી હવે ત્યાં સ્લેબ કલ્વર્ટ બનાવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી હસ્તે રાજકોટની નવનિયુકત RTO ઓફિસ તેમજ નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ કરાશે. સ્લેબ કલ્વર્ટ બનાવવા એક કરોડનો ખર્ચ કરાશે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાપુનગર સ્મશાનથી શરૂ કરી નાડોદાનગર વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે આ રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા. જો કે, રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત્ રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નાગરિક સુવિધાઓ વધારવા 44 વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 28 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ.632.13 કરોડના 44 વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે કુલ રૂ.543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં બાંધકામ વિભાગના રૂ.368.01 કરોડના કુલ 29 કામો, વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ.173.17 કરોડના 7 કામો, ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ.1.96 કરોડના 3 કામો અને રોશની વિભાગ દ્વારા રૂ.75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવનિયુકત RTO ઓફિસ અને ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ રાજકોટની આ નવી કચેરી અંદાજે રૂ.9.78 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4150 ચોરસ મીટર છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર સાથેની આ કચેરીમાં વાહન નોંધણી, લયસન્સ અને અન્ય સેવાઓ માટે અલગ વિભાગો ફાળવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગને આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી નાગરિકોને એક જ છત નીચે તમામ સુવિધાઓ મળી રહે. વાહન સંબંધિત સેવાઓ જેવી કે નામ ટ્રાન્સફર, એડ્રેસ ચેન્જ, લોન કેન્સલ/દાખલ, વગેરે ફેસલેસ અને નોન-ફેસલેસ સેવાઓ બન્ને મળીને 2,00,742 લોકોને લાભ થશે. આ સાથે જ લાયસન્સ સંબંધિત સેવાઓ જેવી કે રીન્યુઅલ એડ્રેસ ચેન્જ, લાયસન્સમાં સુધારા-વધારા, લાયસન્સમાં કલાસ ઉમેરો, આંતરરાષ્ટ્રીય ડ્રા.લા. વગેરે ફેસલેસ અને નોન-ફેસલેસ મળીને 2,56,801 અરજદારોને લાભ મળશે. ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા આ ઉપરાંત રાજકોટમાં નવો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ ટ્રેક રૂ.81.02 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જેના થકી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા વાર્ષિક આશરે 89950 અરજદારોને લાભ થશે. આ ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) સેન્સર છે. જેને લીધે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે. હવે વિજળી ગૂલ થઈ જશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને વીડિયો નિહાળીને જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે. ફોર-વ્હીલર ટ્રેક પર 5 RFID ( રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) સેન્સર છે, જ્યારે ઢાળ, પાર્કિંગ, ઇંગલિશ 8, રિવર્સ અને કેપ્ચર એમ 5 કેમેરા છે. તો ટુ-વ્હીલર ટ્રેક પર 2 RFID સેન્સર છે અને કેપ્ચર અને ટેસ્ટ લેવા માટેના એમ 2 કેમેરા છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને 'સૂર્યતિલક’:9 મિનિટ સુધી લલાટ પર કિરણો ઝળહળ્યા, ભગવાનને સ્વર્ણ જડિત પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા; 10 લાખ ભક્તો પહોંચ્યા
    Next Article
    નવસારીમાં કરાટે બ્લેક બેલ્ટ પરીક્ષા યોજાઈ:33 વિદ્યાર્થીએ સિદ્ધિ મેળવી, સેલ્ફ ડિફેન્સના પાઠ ભણ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment