Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 માર્ચે CM રાજકોટ આવે તેવી શક્યતા:રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે, જાહેરસભા યોજાવાની પણ સંભાવના

    3 days ago

    રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી 31 માર્ચ સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 માર્ચે CM ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા પ્રાપ્ત વિગત અનુસાર, આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પેન્ડીંગ છે. હવે તા.28 શનિવારે સંભવત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા છે. રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત જેને લઈને કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા ફરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે તેમના હસ્તે કોર્પોરેશનના રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાય તેવી સંભાવના છે. રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. 1. અંદાજે રૂ. 190 કરોડના કામોનું લોકાર્પણ: મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્ણ થયેલા 5 થી 6 મોટા પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મુકાશે. જેમાં સૌથી મહત્વનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત 1000 થી વધુ આવાસોનું લોકાર્પણ છે. આ સિવાય અન્ય જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે જેથી આચારસંહિતા પૂર્વે તેનો લાભ નાગરિકોને મળતો થઈ જાય. 2. રૂ. 561 કરોડના કામોના ખાતમુહુર્ત: તંત્ર દ્વારા અંદાજે 40 જેટલા નવા વિકાસ કામોના ખાતમુહુર્તની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા રાજકીય વિશ્લેષકોના મતે, વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે. CMOમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ મુલાકાત માટે મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે. જોકે હજુસુધી સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને શનિવારના સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પસંદગી ઉપરાંત અન્ય વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એકાદ દિવસમાં સીએમઓમાંથી સત્તાવાર પુષ્ટિ મળતા જ આ અંગે જાહેરાત કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- મુજતબા ખામેનીનું મોત નથી ઇચ્છતો:વેનેઝુએલા જેવી ઈરાનમાં નવી સરકાર બનશે, આ માટે તેઓ એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે
    Next Article
    વિધાનસભામાં રાજકીય ઘમાસાણની તૈયારી:ગુજરાત પર ₹4.30 લાખ કરોડનો બોજ, બજેટ કરતાં દેવુ વધુ; UCC વિધેયક 24 માર્ચે રજૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment