Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- મુજતબા ખામેનીનું મોત નથી ઇચ્છતો:વેનેઝુએલા જેવી ઈરાનમાં નવી સરકાર બનશે, આ માટે તેઓ એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે

    4 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીનું મૃત્યુ નથી ઈચ્છતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ નથી જાણતા કે મુજતબા જીવિત છે કે નહીં. ફ્લોરિડામાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને આ દિશામાં એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પ અનુસાર, અમેરિકા ઈરાનમાં નવી રાજકીય વ્યવસ્થાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેનેઝુએલાની જેમ કોઈ નવો નેતા સામે લાવી શકાય છે અથવા પછી અમેરિકા સાથે મળીને જોઈન્ટ લીડરશિપનું મોડેલ પણ અપનાવી શકાય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે અને જલ્દી સમજૂતી કરવા માંગે છે. તેમણે કહ્યું કે 5 દિવસ કે તેનાથી ઓછા સમયમાં આ ડીલ થઈ શકે છે. વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે તેની અસરો જોવા મળી રહી છે. આ કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર પણ પડી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન-KMCTWA દ્વારા એક 'ટ્રેડ નોટિસ' જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે રિટેલ પંપો પર ડીઝલનો પુરવઠો મર્યાદિત થઈ ગયો છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધારીને રૂ. 112 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે. ટાયર કંપનીઓ અને સ્પેરપાર્ટ્સના વેપારીઓએ પણ તેમના ભાવમાં 3 થી 4 ટકાનો વધારો કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    નવજોત સિંહ સિદ્ધુએ દીકરા-દીકરીને ઘર આપ્યા:અમૃતસરવાળું ઘર દીકરીને, પટિયાળાવાળું પૈતૃક મકાન દીકરાને આપ્યું; ગૃહ પ્રવેશના ફોટા પોસ્ટ કર્યા
    Next Article
    28 માર્ચે CM રાજકોટ આવે તેવી શક્યતા:રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે, જાહેરસભા યોજાવાની પણ સંભાવના

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment