Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું:28 ઓક્ટોબરે આંધ્રના કિનારે ટકરાશે, તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ; ઓડિશાના 5 જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ

    12 hours ago

    બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા રવિવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તેને અર્નબ નામ આપવામાં આવ્યું છે. તેની અસરથી ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આંધ્ર પ્રદેશમાં 26થી 29 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશાના ગંજામ, ગજપતિ, રાયગઢા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લામાં 28 અને 29 ઓક્ટોબરે તમામ સ્કૂલો-કૉલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પુડુચેરીમાં શનિવાર રાતથી સતત વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ, તમિલનાડુમાં ભારે વરસાદ વચ્ચે ઈરોડ જિલ્લામાં રવિવારે કોડિવેરી ડેમ પર સતત બીજા દિવસે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહ્યો હતો. કેરળમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યટન સ્થળો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેટેલાઇટ નકશામાં જુઓ વાદળોની સ્થિતિ… દેશભરમાંથી હવામાનની તસવીરો… આગામી 2 દિવસના હવામાનની સ્થિતિ 26 ઓક્ટોબર 27 ઓક્ટોબર રાજ્યોમાંથી હવામાનના સમાચાર બિહાર: રાજ્યમાં 26 ઓક્ટોબર સુધી હવામાન શુષ્ક રહેશે બિહારમાં 26 ઓક્ટોબર સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ હવામાનની સ્થિતિ બદલાઈ શકે છે. 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ: 28 ઓક્ટોબરે ભારે વરસાદનું એલર્ટ, દિવાળી પહેલાં બદલાશે હવામાન દિવાળી પહેલાં મધ્ય પ્રદેશનું હવામાન ફરી બદલાશે. હવામાન કેન્દ્ર (IMD) ભોપાલે 28 ઓક્ટોબરે પૂર્વ ભાગમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ: વીકએન્ડમાં વરસાદની શક્યતા, આજથી બદલાશે હવામાન, ઊંચાઈવાળા વિસ્તારોમાં પડશે બરફ હિમાચલ પ્રદેશમાં આજે હવામાન પલટાશે. હવામાન વિભાગે 2 દિવસ (શનિવાર અને રવિવાર) કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે આ માત્ર કેટલાક સ્થળોએ જ થશે. ઉત્તરાખંડ: 5 જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા, મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે ઉત્તરાખંડના પાંચ પર્વતીય જિલ્લાઓમાં આજે ક્યાંક-ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા છે. દેહરાદૂન હવામાન કેન્દ્ર અનુસાર ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, ચમોલી અને પિથોરાગઢમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઝારખંડ: 27 ઓક્ટોબરથી હવામાન બદલાશે, 28મીએ 17 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ ઝારખંડમાં 27 ઓક્ટોબરથી ફરી હવામાન બદલાશે. ત્યારબાદ ચાર દિવસ સુધી રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 28 અને 29 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન વીજળી પડવાની પણ શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    'ભાજપને અપશબ્દો કહેવા બદલ શરમ આવવી જોઈએ':'મહાભારત' ફેમ ગજેન્દ્ર ચૌહાણ નસીરુદ્દીન શાહ પર ભડક્યા; SRFTI વિવાદમાં એક્ટરના નિવેદનથી વિવાદ
    Next Article
    શ્રદ્ધા રાજપૂતના બ્લેકમેલિંગથી યુવકનો આપઘાત:પૂર્વ પ્રેમિકાએ ન્યૂડ ફોટા બતાવી ₹6 લાખ-દાગીના પડાવ્યાં; નેપાળી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment