Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપને અપશબ્દો કહેવા બદલ શરમ આવવી જોઈએ':'મહાભારત' ફેમ ગજેન્દ્ર ચૌહાણ નસીરુદ્દીન શાહ પર ભડક્યા; SRFTI વિવાદમાં એક્ટરના નિવેદનથી વિવાદ

    12 hours ago

    સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (SRFTI)માં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીઢ એક્ટર નસીરુદ્દીન શાહના નિવેદન પર 'મહાભારત' ફેમ એક્ટર ગજેન્દ્ર ચૌહાણે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં નસીરુદ્દીન શાહે ભાજપને અપશબ્દો કહ્યા હતા. આ અંગે ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, નસીરુદ્દીન શાહને આવું બોલતા શરમ આવવી જોઈએ. ગજેન્દ્ર ચૌહાણે નસીરુદ્દીનને સલાહ આપી કે, તેમણે સરકારની ટીકા કરવાને બદલે વિદ્યાર્થીઓને યોગ્ય સલાહ આપવી જોઈએ. તેમણે કહ્યું કે, 'નસીરુદ્દીન મહાન કલાકાર છે, પરંતુ રાજકીય મુદ્દાઓ પર હંમેશાં એકતરફી વાત કરે છે.' 140 કરોડ લોકોએ પસંદ કર્યા, અપશબ્દો કહેવા દુઃખદ ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, 'જે પક્ષને દેશના 140 કરોડ લોકોએ ચૂંટીને સત્તામાં બેસાડ્યો છે, તેને અપશબ્દો કહેવા અત્યંત દુઃખદ છે.' તેમણે કહ્યું કે, 'નસીરુદ્દીન શાહને આવા શબ્દોના ઉપયોગ માટે શરમ આવવી જોઈએ.' ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, 'એક્ટિંગની દુનિયામાં નસીરુદ્દીન શાહનું કદ મોટું છે અને તેઓ એક સારા માણસ છે, પરંતુ સોશિયલ મીડિયા વીડિયો અને પોસ્ટ્સ દ્વારા તેઓ ઘણીવાર કોઈ મુદ્દાનો માત્ર એક જ પક્ષ રજૂ કરે છે.' વિદ્યાર્થી આંદોલન પર કહ્યું- 'વાતચીતથી જ ઉકેલ આવશે' SRFTIમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન અંગે વાત કરતાં ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, 'સંસ્થાનું વહીવટીતંત્ર વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઉકેલવામાં સક્ષમ છે.' તેમણે કહ્યું કે, 'વિરોધ કરવો વિદ્યાર્થીઓનો અધિકાર છે, પરંતુ જ્યાં સુધી બંને પક્ષો સામસામે બેસીને વાત નહીં કરે, ત્યાં સુધી અનિશ્ચિતકાલીન આંદોલનથી કોઈ ઉકેલ નહીં આવે.' ચૌહાણે કહ્યું કે, 'નેતાઓ અને કાર્યકર્તાઓએ સખત મહેનતથી જનતાનો વિશ્વાસ જીત્યો છે, તેથી સરકાર પર હુમલો કરવાને બદલે વિદ્યાર્થીઓને વાતચીતનો માર્ગ અપનાવવાની સલાહ આપવી જોઈએ.' નસીરુદ્દીન શાહે ભાજપ માટે અપશબ્દો કહ્યા નસીરુદ્દીન શાહે શનિવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો. એક્ટરે ભાજપ વિરુદ્ધ અપશબ્દો બોલીને આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપ એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જેઓ તેની વિચારધારા અને નીતિઓ સાથે સંમત નથી. તેમણે સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો. શાહે વીડિયોમાં કહ્યું કે, 'સંસ્થાના વિદ્યાર્થીઓ વહીવટીતંત્ર પાસેથી જવાબ માગી રહ્યા હતા. તેના બદલે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી, તેમની દેખરેખ રાખવામાં આવી અને ધમકીઓ આપવામાં આવી.' તેમણે એમ પણ કહ્યું કે, 'વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.' એક્ટરે ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે પોતાના પક્ષમાં પ્રચારને પ્રોત્સાહન આપી રહી છે અને અસહમત લોકોને ડરાવવાનો અથવા તેમની વિચારસરણી બદલવાનો પ્રયાસ કરી રહી છે. સમગ્ર મામલો શું છે? વાસ્તવમાં, કોલકાતાની સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (SRFTI)ના વિદ્યાર્થીઓ 25 દિવસથી ધરણાં પર બેઠા છે. તેઓ કેમ્પસમાં થયેલી કથિત હિંસા, સુરક્ષાનો અભાવ અને પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ ક્લાસિસનો પણ બહિષ્કાર કર્યો છે. આ વિરોધ 27 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન થયેલી કથિત અથડામણ બાદ શરૂ થયો હતો. વિદ્યાર્થીઓ કેમ્પસમાં સુરક્ષા વધારવાની, હિંસા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની અને તેમની વિરુદ્ધ જારી કરાયેલી નોટિસો પાછી ખેંચવાની માગ કરી રહ્યા છે. તેઓ સંસ્થાના કુલપતિ સંતોષ અજમેરાના રાજીનામાની પણ માગણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને જરૂરી સુવિધાઓ ન આપવી ખોટું છે. તે જ સમયે, સંસ્થાને 16 ઑક્ટોબરે નોટિસ જારી કરીને 13 નવેમ્બર સુધી અભ્યાસ અટકાવી દીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ આ આદેશ માનવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, વહીવટીતંત્રનો આરોપ છે કે કેટલાક વિદ્યાર્થીઓ કોર્સ પૂર્ણ થયા બાદ પણ હોસ્ટેલમાં રહી રહ્યા હતા અને જુનિયર વિદ્યાર્થીઓને ક્લાસમાં જતાં રોકી રહ્યા હતા. વહીવટીતંત્રે 15 ઑક્ટોબરે છ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. તેમના પર શિક્ષકો અને સુરક્ષા કર્મચારીઓ સાથે મારપીટ કરવા સહિત શિસ્ત ભંગના આરોપો છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ જામનગર ડેન્ટલ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલનું ઈ-લોકાર્પણ કર્યું:રૂ. 26 કરોડના ખર્ચે બનેલી હોસ્ટેલમાં 330 વિદ્યાર્થિનીઓ રહી શકશે
    Next Article
    બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું:28 ઓક્ટોબરે આંધ્રના કિનારે ટકરાશે, તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ; ઓડિશાના 5 જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment