Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધા રાજપૂતના બ્લેકમેલિંગથી યુવકનો આપઘાત:પૂર્વ પ્રેમિકાએ ન્યૂડ ફોટા બતાવી ₹6 લાખ-દાગીના પડાવ્યાં; નેપાળી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

    13 hours ago

    રાજકોટમાં રહેતા 26 વર્ષીય શ્રમિક યુવક યુવરાજ થાપાનું શ્રદ્ધા રાજપૂત સાથેના પ્રેમસંબંધમાં બ્લેકમેલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને ઝેરી દવા પી લેવાને કારણે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. શ્રદ્ધા અને તેના સાથીદાર એવા સ્પા સંચાલક મેહુલ જેઠવા સહિતના દ્વારા નેપાળી યુવાનને બ્લેકમેલ કરી તેની પાસેથી રૂ.6 લાખની રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા હતાં. ન્યૂડ ફોટા બતાવી બ્લેકમેલ કરતા કંટાળીને શ્રમિક યુવાને વિજયા દશમીના દિવસે આજી ડેમ પહોંચી ઝેરી દવા પી લીધી હતી. આજે (25 ઓક્ટોબર) સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા પરિવારજનો અને નેપાળી સમાજમાં શોકની લાગણીની સાથે રોષ ફેલાયો છે. નેપાળી સમાજના પ્રમુખ સંજય કારકીએ જણાવ્યું કે, દશેરાના દિવસે અમારા નેપાળી સમાજના 26 વર્ષીય યુવાન યુવરાજ કેતનભાઈ થાપાએ કોઈ કારણોસર આજી ડેમમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મેહુલ જેઠવા પ્રેસમાં હોવાનું કહી ધમકાવતો તેમણે વધુમાં કહ્યું કે, શ્રદ્ધા રાજપૂત અને મેહુલ જેઠવા, આ બંને શખ્સો યુવરાજને ન્યૂડ ફોટો બતાવી બ્લેકમેલ કરતા હતા. આ ઉપરાંત રૂ.5થી 6 લાખ રોકડ અને સોનાના દાગીના એ લોકોએ પડાવી લીધા હતા. મેહુલ જેઠવા પ્રેસમાં હોવાનું કહી ધમકાવતો હતો અને શ્રદ્ધા યુવરાજ સાથે રિલેશનમાં હતી અને રિલેશનમાંથી છૂટ્યા પછી એને અવારનવાર બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા અને જેના ત્રાસથી આ યુવાન મરવા મજબૂર બન્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હતો અમારી માગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને પરિવારજનોને ન્યાય મળે. તંત્ર આની ઉપર ધ્યાન આપે તે જરૂરી છે, કારણ કે યુવરાજ તેના પરિવારનો એકનો એક દીકરો હતો. ઘરનો આશરો છીનવાઈ જતાં પરિવાર એકદમ સંકટમાં મુકાઈ ગયો છે. આ બનાવની જાણ થતા સમસ્ત નેપાળી પરિવાર દુઃખની લાગણી અનુભવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામથી પ્રેમસંબંધ થયો હતો આ ચકચારી ઘટના અંગે મુખ્ય વિગતો પર નજર કરીએ તો યુવરાજ થાપાને ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા રાજપૂત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરિવારોના આક્ષેપ મુજબ, શ્રદ્ધા અને મેહુલ નામના વ્યક્તિઓ દ્વારા યુવકને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકીઓ આપીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. આ સતત થતી હેરાનગતિથી કંટાળીને યુવરાજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું:28 ઓક્ટોબરે આંધ્રના કિનારે ટકરાશે, તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ; ઓડિશાના 5 જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ
    Next Article
    મોરબી કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક:સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment