Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહત:અંતે જૂના જામનગરના 28 સહિત 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડ્યો

    3 days ago

    જામનગર શહેરમાં લાંબા સમયથી જેની માગણી કરવામાં આવતી હતી અંતે તે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે જૂના જામનગરનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પોશ ગણાતા પંચવટી વિસ્તાર અને પંચવટી ગૌશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થવાથી હવે મિલકતની ખરીદ-વેચાણ ઉચ્ચ અધિકારીઓની સંમતી બાદ જ જરૂરી બનશે. જામનગરમાં લાંબા સમયથી અશાંત ધારાની માગણી અમૂક વિસ્તારોમાં કરવામાં આવતી હતી. જેમાં મુસ્લિમ વિસ્તારને અડીને આવેલા વિસ્તારોમાં મકાનોની ખરીદ-વેચ ન થાય તે માટે અશાંત ધારો લાગુ કરવાની માગણી કરાઈ હતી. એક સમયે જામનગર શહેર ભાજપ પ્રમુખે પણ અશાંત ધારાની માગણી કરી હતી. દરમિયાન રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી સોમવારે જ એક નોટિફિકેશન બહાર પાડી અશાંત ધારાને લાગુ કરવામાં આવ્યો છે. હવે અશાંત ધારો લાગુ થતાં કોઈપણ વ્યક્તિ ચોક્કસ વિસ્તારમાંથી પોતાની મિલકત વેચે અને લેનાર-વેચનાર જુદી જુદી કોમના નથી તે ખાસ જોવામાં આવશે અને તેની ખરાઈ કરવામાં આવશે. આ ધારો લાગુ થતાં આ વિસ્તારોમાં મિલકતો વેચી શકાશે નહી અને મિલકતો વેચતા અને ખરીદતા પહેલા ઉચ્ચ અધિકારીઓ પાસેથી સહમતી લેવી જરૂરી બનશે. આના કારણે લોકોનું પલાયન અટકશે. જામનગરમાં ક્યા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો‎ રાજગોર ફળી, ગણેશ ફળી દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ સુતરીયા ફળી, વજીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઈની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોનુ ફળી, મોટુ ફળી, ધેરા ફળી, વંફા ફળી, ખારવા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો,વારીયાનો ડેલો, ભોઈવાડો, કુંભારવાડો કોળીવાડ, આણદાબાવાનો ચકલો, નાગર ચકલો, પંચવટી સોસાયટી, પંચવટી ગૌશાળા વિસ્તાર લોકોનું પલાયન અટકશે, વિસ્તારોના મિલકતોના ભાવ વધશે જામનગર શહેરમાં અશાંત ધારાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હવે જ્યારે નોટીફિકેશન બહાર પડ્યું છે ત્યારે તેમાં મુખ્યત્વે જૂના જામનગરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિસ્તાર મુસ્લિમ વિસ્તારના નજીકમાં છે તેમજ લાંબા સમયથી અહીં મિલકતોની લે-વેચ માટે વિવાદો ચાલી રહ્યા છે. અહીં અશાંત ધારો લાગુ થવાથી હવે મિલકતોના ભાવમાં ઉછાળો આવશે. તેમજ લોકોનું પલાયન પણ રોકાશે તેવું તંત્રનું માનવું છે. પંચવટી સોસાયટી અને ગૌશાળા જેવા પોશ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ થતાં તેમાં પણ લોકોનું પલાયન અટકશે. આ વિસ્તારમાં પણ ઘણા વિવાદો હાલ ચાલી રહ્યા છે. અશાંત ધારાની માગણી અહીં જે તે સમયે મેયર રહેલા બીનાબેન કોઠારીએ ઉઠાવી હતી. તેમજ તે બાદ આ માગણીનો અવાજ તેજ બન્યો હતો. જેમાં જામનગર સહિત આ વિસ્તારને પણ સમાવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ અને ડિઝલનુ રેકોર્ડ બ્રેક વેચાણ:ગોધરામાં 2 દિવસે વેચાણ થતું પેટ્રોલ - ડીઝલ સોમવારે 8 કલાકમાં વેચાઇ ગયું
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે:જિલ્લા પંચાયતની 6, તાલુકાની 11 બેઠકો માટે આપના ઉમેદવાર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment