Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં 28 અને 29 ઓક્ટોબરે રોજગાર ભરતીમેળો યોજાશે:આઈ.ટી.આઈ. અને ગ્રેજ્યુએટ યુવાનો માટે નોકરીની ઉત્તમ તક

    6 hours ago

    મહેસાણા જિલ્લાના બેરોજગાર અને રોજગારવાંચ્છુ યુવાનો માટે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની સુવર્ણ તકો ઊભી કરવાના હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 28 અને 29 ઓક્ટોબર 2026ના રોજ વિશેષ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા જિલ્લાના યુવાનો કોઈપણ મધ્યસ્થી વિના સીધા જ નોકરીદાતાઓ સમક્ષ ઇન્ટરવ્યુ આપીને પોતાની કારકિર્દી બનાવી શકશે. વહીવટી તંત્ર દ્વારા આ આયોજનનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લાના લાયકાત ધરાવતા તમામ યુવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે. 10-12 પાસ સહિતના લોકોને રોજગારી મળી શકશે આ ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા અંતર્ગત તારીખ 28 ઓક્ટોબર 2026, બુધવારના રોજ સવારે 11:00 કલાકે કડી ખાતે આવેલી આઈ.ટી.આઈ., નંદાસણ રોડ, ભૈરવ ટેકરી પાસે ભરતીમેળાનું સત્તાવાર આયોજન કરાયું છે. આ સ્થળે યોજાનાર મેળામાં ખાનગી ક્ષેત્રના અંદાજે 4 જાણીતા રોજગારદાતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ ભરતીમાં 10 પાસ, 12 પાસ તેમજ આઈ.ટી.આઈ.ના ફિટર, વાયરમેન અને ઇલેક્ટ્રીશિયન ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત મિકેનિકલ ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા યુવાનો પણ પોતાની યોગ્યતા મુજબ આ તકનો લાભ મેળવી શકશે, જેના માટે વય મર્યાદા 18થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરીના બ્લોક નંબર-1 માં વિશેષ ભરતીમેળો ભરતીમેળાના બીજા અને અંતિમ તબક્કા હેઠળ તારીખ 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ સવારે 10:30 કલાકે મહેસાણા ખાતે આવેલા રાજમહેલ કેમ્પસ સ્થિત જિલ્લા કચેરી સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના બ્લોક નંબર-1 માં વિશેષ ભરતીમેળો યોજાશે. આ દિવસે મુખ્ય 2 રોજગારદાતાઓ દ્વારા 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બીજા તબક્કાની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે. બાયોડેટા સાથે ઉમેદવારોએ સ્થળ પર આવવું પડશે આ ભરતી પ્રક્રિયામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ રાહત આપવામાં આવી છે કે તેમણે ઇન્ટરવ્યુ સમયે શૈક્ષણિક લાયકાતના કોઈ જ મૂળ દસ્તાવેજો સાથે લાવવાના રહેશે નહીં. ઉમેદવારોએ માત્ર પોતાની જરૂરિયાત મુજબના બાયોડેટા એટલે કે રેઝ્યુમેની નકલ સાથે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલના આ ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યાઓ ખાલી કે નોંધાયેલ નથી. મહેસાણાના યુવાનો માટે પોતાના જ સ્થાનિક વિસ્તારમાં રોજગારી મેળવવાની આ ઉત્તમ તક હોવાથી લાયક ઉમેદવારોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં નકશા, BU પરમિશન સહિત અન્ય દસ્તાવેજો હવે ઓનલાઇન મળશે:એક લાખથી વધુ ફાઇલો સ્કેન કરી ડિજિટલ રેકોર્ડ તૈયાર કરાશે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય
    Next Article
    'બીજાની રાહ જોવાનું છોડો, મગજમાંથી ડર કાઢો':ડાયમંડ બુર્સને ધમધમતું કરવા વાઇસ ચેરમેન લાલજી પટેલની 4500 વેપારીઓને અપીલ-દિવાળી પછી ઓફિસ શરૂ કરવાનો સંકલ્પ લો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment