Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક કમિશનનો વીમા કંપનીને તમાચો:B.U. પરમિશન વગરની દુકાન દર્શાવી ક્લેમ ફગાવનાર વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ

    6 hours ago

    બી.યુ. (Building Use) પરમિશન ન હોવાનું બહાનુ ધરીને ક્લેમ ના મંજૂર કરનાર વીમા કંપનીને કાયદાનું ભાન કરાવતા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડિશનલ બેંચ) દ્વારા મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે, નિયમો માત્ર ગ્રાહક માટે નહીં પણ વીમા કંપની માટે પણ સરખા છે. બી.યુ. પરમિશન વગર વર્ષોવર્ષ પોલિસી રિન્યુ કરનાર વીમા કંપની ક્લેમ સમયે આ બહાનુ કાઢીને છટકી શકે નહીં. બી.યુ. પરમિશન વગરના બિલ્ડિંગના બેઝમેન્ટમાં દુકાનમાંથી વેપાર કરતા 'વોરા પ્રોડક્ટ્સ' નામના વેપારીએ 2016માં 'Shop Keeper Policy' લીધી હતી. તેઓ બી.યુ. પરમિશન વગરના બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલી દુકાનમાંથી વેપાર કરતા હતા. 2022માં ભારે વરસાદના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં ₹25 લાખના સમ ઈન્સ્યોરન્સ સામે સર્વેયરના રિપોર્ટ મુજબ ₹22,72,770 નું નુકસાન થયું હતું. વેપારીએ તમામ પુરાવા આપવા છતાં વીમા કંપનીએ બી.યુ. પરમિશન ન હોવાનું બહાનુ બતાવી ક્લેમ ફગાવી દીધો હતો. 'ગ્રાહક સુરક્ષા - ગ્રાહક સત્યાગ્રહ - ગ્રાહક ક્રાંતિ'ના પ્રમુખ સુચિત્રા પાલ મારફતે ગ્રાહકે કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ₹6.02 લાખ 7% વ્યાજ સાથે 45 દિવસમાં ચૂકવવા આદેશ કમિશને 13 જુલાઈ, 2026ના રોજ હુકમ કરીને સર્વેયર રિપોર્ટના કપાત (Depreciation, Salvage, Under Insurance વગેરે) બાદ Net Claim Payable ₹6,02,216ની રકમ 7% વ્યાજ સાથે 45 દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટ પેટે અલગથી રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે. હુકમના 2 મહિના બાદ પણ સિનિયર સિટિઝન એવા ફરિયાદીને વીમા કંપની દ્વારા રકમ ચૂકવવામાં આવી નથી. ફરિયાદીની વ્યથા અને ગ્રાહક સુરક્ષાની સલાહ કુલ ₹22.72 લાખના નુકસાન સામે કમિશને માત્ર ₹6.02 લાખ મંજૂર કર્યા હોવાથી ગ્રાહક અસંતુષ્ટ છે. છતાં, કમિશનમાં સ્ટાફની અછત અને અપીલમાં વર્ષોનો વિલંબ થતો હોવાથી તથા પોતે વયોવૃદ્ધ અને બીમાર હોવાથી ફરિયાદીએ અપીલ ટાળી છે. સુચિત્રા પાલે આ સ્થિતિ અંગે 'મૃત્યુ પછી લે કાકા ખીચડી ખા' જેવો ઘાટ સર્જાતો હોવાની વ્યથા વ્યક્ત કરી હતી. ગ્રાહકો માટે મહત્વની સૂચના
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સોની વેપારી સાથે રૂ.5.20 લાખની છેતરપિંડી:કીર્તિમંદિર પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા, રૂ.1.88 લાખ રોકડ જપ્ત કરાઈ
    Next Article
    Ground Report । દુષ્કાળના ડાકલાની ગૂંજ । મોતની સફર | Water Shortage | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment