Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સોની વેપારી સાથે રૂ.5.20 લાખની છેતરપિંડી:કીર્તિમંદિર પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા, રૂ.1.88 લાખ રોકડ જપ્ત કરાઈ

    6 hours ago

    પોરબંદરમાં ગીરવે મુકેલા સોનાના દાગીના બેંકમાંથી છોડાવીને સોની વેપારીને વેચવાની લાલચ આપી રૂ.5.20 લાખની છેતરપિંડી કરવાના ગુનાનો કીર્તિમંદિર પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ વેપારી સહિત અન્ય એક વ્યક્તિ પાસેથી રકમ મેળવી સોનાના દાગીના આપ્યા ન હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.88 લાખની રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બેંકમાંથી સોનું છોડાવવાની વાત કરી રૂ.2.20 લાખ પડાવ્યા પોલીસ ફરિયાદ મુજબ, પોરબંદરના મહેશ ભગવાનજીભાઈ જોગીયાએ તા. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ SBI બેંકમાં સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાનું કહી આ દાગીના બેંકમાંથી છોડાવીને ફરિયાદીને વેચવાની લાલચ આપી હતી. આ માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી પોતાના બેંક ખાતામાં રૂ.2.20 લાખ જમા કરાવડાવ્યા હતા. બીજા વ્યક્તિ પાસેથી પણ રૂ.3 લાખ લીધા રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ ફરિયાદીને સોનાના દાગીના આપ્યા ન હતા તેમજ પૈસા પણ પરત કર્યા ન હતા. આ ઉપરાંત એક સાહેદ સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરી રૂ.3 લાખ મેળવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ, બંને પાસેથી કુલ રૂ.5.20 લાખ મેળવી અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કીર્તિમંદિર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન કીર્તિમંદિર પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1,88,000ની રોકડ રકમ કબજે કરી છે. સોની વેપારીઓને ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ સોની વેપારીઓની દુકાને જઈ પોતે ગોલ્ડ ફાઇનાન્સ કંપની અથવા બેંકમાં સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાનું જણાવતા હતા. ત્યારબાદ બેંકમાંથી દાગીના છોડાવવા માટે જરૂરી ગોલ્ડ લોનની રકમ વેપારી પાસે ભરાવી દેવાની વાત કરતા હતા. આરોપીઓ વેપારીને દાગીના વેચવાની લાલચ આપી પોતાની સાથે બેંકમાં લઈ જતા અને ત્યાં પોતાના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા. જોકે, રકમ મળ્યા બાદ સોનાના દાગીના આપ્યા વગર તેમજ રૂપિયા પરત કર્યા વગર છેતરપિંડી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં સામે આવી છે. બે આરોપીઓની ધરપકડ, અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ આ ગુનામાં પોલીસે સેજાદ યુસુફ મીરા, રહે. છાયા જુમ્મા મસ્જિદ પાછળ, પોરબંદર અને પ્રવીણ મનસુખભાઈ પરમાર, રહે. છાયા મહાકાલેશ્વર મંદિર પાછળ, પોરબંદરની ધરપકડ કરી છે. કીર્તિમંદિર પોલીસે BNSની કલમ 318(4) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કબજે કરાયેલી રોકડ રકમ ઉપરાંત આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Gujarat Government | ગુજરાતમાં વેપારીઓ માટે મોટા સમાચાર | Business | News Rules | Gujarati News
    Next Article
    ગ્રાહક કમિશનનો વીમા કંપનીને તમાચો:B.U. પરમિશન વગરની દુકાન દર્શાવી ક્લેમ ફગાવનાર વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment