Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આવાસમાં ફરીથી આવતો નહીં, નહીંતર આનાથી વધારે માર મારીશું':28 એપ્રિલની રાત્રિના ઝઘડાનો બદલો લેવા 18 વર્ષના તરુણ પર પટ્ટાથી હુમલો, ગુનો નોંધાતા આરોપીઓની શોધખોળ શરૂ

    9 hours ago

    સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં 28 એપ્રિલના રોજ થયેલી જૂથ અથડામણનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં 18 વર્ષીય તરુણ પાનપાટીલ નામના યુવકને કેટલાક શખ્સો જાહેરમાં બેલ્ટ અને લાત-મુક્કા વડે નિર્દયતાથી માર મારતા દેખાય છે. આ પુરાવા સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે સુલતાનની શોધમાં આવેલા યુવકોએ કર્યો હુમલો 28 એપ્રિલની રાત્રે સવા બાર વાગ્યાના સુમારે પંકજ ઉર્ફે પંકિયો અને અંશ ઉર્ફે બાબુ નામના યુવકો સુલતાન નામના વ્યક્તિને શોધવા આવાસમાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો સાથે ઉગ્ર બોલાચાલી થતા પંકજ અને તેના સાથીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. રાત્રિના ઝઘડાનું વેર વાળવા માટે શનિ ગોસ્વામી, આર્યન, ગૌતમ અને ચેતન નામના શખ્સોએ 29 એપ્રિલની સવારે સવા આઠ વાગ્યે 18 વર્ષીય તરુણ પાનપાટીલને તેના ઘરેથી નીચે બોલાવ્યો હતો. રાત્રિના ઝઘડામાં સંડોવણી હોવાનો આક્ષેપ કરી તેને ઘેરી લેવામાં આવ્યો હતો. તેને અચાનક થયેલા આ હુમલાનો અંદાજ નહોતો. જાહેરમાં પટ્ટા વડે માર મારી ઈજાઓ પહોંચાડી તરુણે નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિ ગોસ્વામી અને તેના સાથીઓએ તેને ઘેરી લીધો હતો. આ શખ્સોએ પટ્ટા કાઢીને તેને જાહેરમાં ફટકારવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ચારથી પાંચ લોકો એક યુવક પર તૂટી પડ્યા છે. તેને ઢીંકમુક્કી અને પટ્ટા વડે માર મારી સામાન્ય ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ દૃશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા હવે તે પુરાવા તરીકે પોલીસ પાસે પહોંચ્યા છે. આવાસ છોડી દેવાની ધમકી આપી યુવકને ભગાડ્યો આરોપ મુજબ હુમલો કરનાર શખ્સોએ તરુણને માર માર્યા બાદ ગંભીર ધમકી પણ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, "આ આવાસમાં ફરીથી પાછો આવતો નહીં, નહીંતર આનાથી પણ વધુ માર મારીશું." હુમલાખોરોના ડરથી અને પોતાનો જીવ બચાવવા તરુણ જેમ તેમ કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ તે લાંબો સમય માનસિક દબાણમાં રહ્યો હતો, પરંતુ અંતે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. રિમાન્ડ દરમિયાન સત્ય સામે આવ્યું અને વળતી ફરિયાદ શરૂઆતમાં આ મામલે શનિ ગોસ્વામી દ્વારા પંકજ અને તરુણ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે, પોલીસ રિમાન્ડ દરમિયાન જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તરુણે પોતાની પર થયેલા અત્યાચારની વાત જણાવી હતી. આ સાથે જ તેની પર થયેલા હુમલાનો વીડિયો પણ પોલીસ સમક્ષ આવ્યો હતો. જેના આધારે હવે પોલીસે શનિ ગોસ્વામી, આર્યન, ગૌતમ અને ચેતન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિતાના મૃત્યુ બાદ માતા અને દાદીની જવાબદારી તરુણ પર ભોગ બનનાર તરુણની કૌટુંબિક સ્થિતિ ખૂબ જ સામાન્ય છે. તેના પિતા રવિભાઈ પાનપાટીલનું ચાર વર્ષ પહેલા અવસાન થયું છે. તે પોતાની માતા સુનીતાબેન અને દાદી અંજનાબેન સાથે આવાસમાં રહીને મજૂરી કામ કરે છે. ઉધના વિસ્તારમાં સંચા મશીનના ખાતામાં પેકિંગનું કામ કરી તે ઘર ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે તે રાત્રે ફક્ત જમીને ઘરે જતો હતો અને મિત્રોના ઝઘડાના કારણે તેને નિર્દોષ હોવા છતાં માર ખાવો પડ્યો છે. પોલીસે પાંચ શખ્સોની કરી અટકાયત પ્રથમ કેસમાં વેસુ પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા અત્યાર સુધીમાં સગીર સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવાસમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વાયરલ વીડિયોના આધારે અન્ય સંડોવાયેલા શખ્સોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    A-ONE Science Academyના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ:100થી વધુ 90 PR, 10થી વધુ 100 પર્સેન્ટાઈલ નજીક
    Next Article
    રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ:એપ્રિલ માસમાં મુસાફરોનો રૂ. 5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ચેન પુલિંગ અને ચોરીના 27 જેટલા આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment