Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    A-ONE Science Academyના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ:100થી વધુ 90 PR, 10થી વધુ 100 પર્સેન્ટાઈલ નજીક

    10 hours ago

    સુરતની A-ONE Science Academyના વિદ્યાર્થીઓએ આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયક પરિણામો હાંસલ કર્યા છે. એકેડેમીના 100થી વધુ વિદ્યાર્થીઓએ 90 પર્સેન્ટાઈલ રેન્ક (PR) કરતાં વધુ ગુણ મેળવીને ગૌરવ અપાવ્યું છે, જ્યારે 10થી વધુ વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ નજીકનું પ્રદર્શન કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓએ સાયન્સ પ્રવાહમાં ઉત્તમ પરિણામો આપી પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ ઉપરાંત, કોમર્સમાં સર્વશ્રેષ્ઠ પરિણામ અને આર્ટ્સમાં પણ સુરત સ્તરે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. GUJCETમાં 90 PR કરતાં વધુ અને JEEમાં 95 PR કરતાં વધુ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી પોતાના સપનાઓને સાકાર કર્યા છે. આ સફળતા એક દિવસની નથી, પરંતુ વર્ષભરની નિષ્ઠા, રાત-દિવસની મહેનત અને ક્યારેય હાર ન માનવાની જિજ્ઞાસાનું પરિણામ છે. A-ONE Science Academyના સંચાલકો ગૌતમ સર, પંકજ સર અને BMD સરના પ્રેરણાદાયક માર્ગદર્શન, તમામ શિક્ષકોની અવિરત મહેનત, દરેક વિદ્યાર્થીનો અડગ સંકલ્પ અને વાલીઓના આશીર્વાદે આ વિજયગાથા સર્જી છે. એકેડેમી દાવો કરે છે કે ગુજરાતના 36 જિલ્લાઓમાંથી 30 જિલ્લાઓ કરતાં શ્રેષ્ઠ પરિણામ, સુરતની 140 શાળાઓ કરતાં શ્રેષ્ઠ પરિણામ અને સુરતના 380 ક્લાસીસ કરતાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે. A-ONE Science Academy સુરતમાં સેકન્ડ હાઈએસ્ટ સિલેક્શન રેશિયો આપતી સંસ્થા તરીકે પણ ઓળખાય છે. એકેડેમી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે. A-ONE Science Academy ભવિષ્યમાં પણ આવી જ પ્રેરણાદાયક સફળતાઓ સાથે નવી પેઢીને માર્ગદર્શન આપતી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બ્લેકમેઈલિંગથી કંટાળી પરિણીતાના આપઘાતમાં ફરિયાદ:4 સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, કાકા સસરા પ્રેમસંબંધ રાખવા અશ્લીલ વીડિયો વાઈરલ કરવા ધમકી આપતો
    Next Article
    'આવાસમાં ફરીથી આવતો નહીં, નહીંતર આનાથી વધારે માર મારીશું':28 એપ્રિલની રાત્રિના ઝઘડાનો બદલો લેવા 18 વર્ષના તરુણ પર પટ્ટાથી હુમલો, ગુનો નોંધાતા આરોપીઓની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment