Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ:એપ્રિલ માસમાં મુસાફરોનો રૂ. 5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ચેન પુલિંગ અને ચોરીના 27 જેટલા આરોપીઓ ઝડપાયા

    9 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનનું રેલવે સુરક્ષા દળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત મજબૂતીથી નિભાવી રહ્યું છે. 'સેવા હી સંકલ્પ'ના મૂળ મંત્ર સાથે, ડિવિઝનલ સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા એપ્રિલ 2026 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન રેલવે પરિસર, મુસાફરો અને રેલવે મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સફળ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જેમાં એપ્રિલ માસમાં મુસાફરોનો રૂ. 5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કરાયો હતો. જ્યારે ચેન પુલિંગ અને ચોરીના 27 જેટલા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ઓપરેશન અમાનત હેઠળ RPF દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા અથવા ખોવાયેલા સામાનના કુલ 19 કિસ્સાઓમાં આરપીએફના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 5,38,699 ની કિંમતની મિલકત અને સામાન શોધી કાઢવામાં આવ્યો હતો, જે તેના અસલી માલિકોને જરૂરી ખરાઈ બાદ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઓપરેશન નન્હે ફરિશ્તે અભિયાન અંતર્ગત 1 બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપીને માનવીય અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત રેલવે મિલકતની અને મુસાફરોની સુરક્ષા માટેના અન્ય અભિયાનોમાં પણ મોટી સફળતા મળી છે. ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત મુસાફરોના સામાનની ચોરીના 3 કિસ્સાઓમાં કાર્યવાહી કરીને 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા. ટિકિટના કાળાબજાર રોકવા માટેના ઓપરેશન ઉપલબ્ધ હેઠળ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેની જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા તત્વો સામે ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રેનોના સમયસર સંચાલન માટે પણ આરપીએફ દ્વારા ઓપરેશન સમય પાલન ચલાવવામાં આવ્યું હતું. ટ્રેનમાં બિનજરૂરી રીતે સાંકળ ખેંચીને (ACP) અવરોધ ઉભો કરનારા તત્વો સામે કડક વલણ અપનાવતા 27 કેસ નોંધવામાં આવ્યા હતા અને 23 આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ મુસાફરો અને સામાન્ય જનતામાં જાગૃતિ લાવવા માટે ઓપરેશન જનજાગરણ હેઠળ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. તેમજ બેનરો, પીએ સિસ્ટમ દ્વારા જાહેરાતો અને ગ્રામીણ વિસ્તારોમાં સરપંચો તેમજ અગ્રણીઓ સાથે બેઠકો યોજીને રેલવે ટ્રેક ઓળંગવો નહીં, પથ્થરમારો ટાળવો, નશાયુક્ત પદાર્થોનું સેવન, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા ગંભીર વિષયો પર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતા અંગે જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન સંપૂર્ણ સતર્કતા સાથે કાર્ય કરીને સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વસનીય રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે એપ્રિલ માસ દરમિયાન મળેલી આ સિદ્ધિઓ આરપીએફ જવાનોની નિષ્ઠા અને કાર્યક્ષમતા દર્શાવે છે. આગામી સમયમાં પણ આ પ્રકારની મુસાફરલક્ષી કામગીરી કરવાની ખાતરી તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'આવાસમાં ફરીથી આવતો નહીં, નહીંતર આનાથી વધારે માર મારીશું':28 એપ્રિલની રાત્રિના ઝઘડાનો બદલો લેવા 18 વર્ષના તરુણ પર પટ્ટાથી હુમલો, ગુનો નોંધાતા આરોપીઓની શોધખોળ શરૂ
    Next Article
    બેટરી સ્કૂટરની ચાવી બનાવવા આવેલો શખસ તિજોરી સાફ કરી રફુચક્કર:રસાલા કેમ્પના રહિશના સોનાના દાગીના ઉઠાવી ગયો, એક મહિને ખબર પડી ને ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment