Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:28 જિલ્લા, 147 તાલુકા પંચાયત બેઠકો અને લુણાવાડા નગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી

    6 days ago

    મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આજે, રવિવાર, 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણી માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો અને તાલુકા પંચાયતોની 150 માંથી 147 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત, લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માટે પેટાચૂંટણીનું મતદાન પણ ચાલી રહ્યું છે. ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 5000 થી વધુ પોલિંગ સ્ટાફ અને 2200 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 919 મતદાન મથકો કાર્યરત છે અને 8 ડિસ્પેચિંગ સેન્ટર સ્થાપિત કરાયા છે. ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને મતદારો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં પાણી, ORS, વ્હીલચેર અને છાંયડાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જિલ્લાવાસીઓને કોઈપણ ડર કે પ્રલોભન વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા ભાવભરી અપીલ કરી છે. આ ચૂંટણી માટે મતગણતરી 28 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા
    Next Article
    છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ:જિલ્લામાં 1062 મતદાન મથકો પર મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment