Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ:જિલ્લામાં 1062 મતદાન મથકો પર મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

    6 days ago

    છોટા ઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લામાં 32 જિલ્લા પંચાયત બેઠકો, સાત તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 105 ઉમેદવારો, સાત તાલુકા પંચાયતની 150 બેઠકો માટે 463 ઉમેદવારો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે 63 ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં કુલ 7,54,575 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 3,89,640 પુરુષ મતદારો અને 3,64,935 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. બોડેલી નગરપાલિકામાં 9,742 પુરુષ મતદારો અને 9,619 મહિલા મતદારો મળી કુલ 19,361 મતદારો મતદાન કરશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કુલ 5,210 પોલિંગ સ્ટાફ અને 1,878 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે 110 પોલિંગ સ્ટાફ અને 36 પોલીસ સ્ટાફ ફરજ પર છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:28 જિલ્લા, 147 તાલુકા પંચાયત બેઠકો અને લુણાવાડા નગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી
    Next Article
    પાટણમાં આજે લોકશાહીનું પર્વ:10.66 લાખ મતદારો જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment