Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં એક જ દિવસમાં 1066 મી.મી. વરસાદ વરસ્યો:ઓગસ્ટના પ્રારંભે અનેક તાલુકાઓમાં મેઘમહેર

    22 hours ago

    ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કુલ 1066 મી.મી. વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદના આંકડા મુજબ, રાપર તાલુકામાં સૌથી વધુ 299 મી.મી. વરસાદ નોંધાયો છે. ભચાઉમાં 172 મી.મી. અને ગાંધીધામમાં 116 મી.મી. વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુજ શહેરમાં કુલ 101 મી.મી. વરસાદ નોંધાયો, જેમાં સવારના વરસાદ બાદ બપોરે વધુ 11 મી.મી.નો સમાવેશ થાય છે. માંડવી અને મુન્દ્રામાં 74-74 મી.મી., લખપતમાં 54 મી.મી., અંજારમાં 64 મી.મી., નખત્રાણામાં 80 મી.મી. અને અબડાસામાં 32 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે અનેક ગામડાઓમાં તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, જે ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને સાવચેતી રાખવાની જરૂર પડી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    3 કલાક ભારે, 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરરસાદની આગાહી:નવસારીમાં બોટથી દર્દીનું રેસ્ક્યૂ, રાણપુરમાં વીજપોલ ધરાશાયી; સિઝનનો સરેરાશ 64.76% વરસાદ
    Next Article
    વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ:સુમનદીપ વિધાપીઠની હોસ્ટેલમાંથી 140 વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ સહિત 150નું રેસ્ક્યૂ, રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment