Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ પર રોક લાગ્યા બાદ પણ બાદશાહની મુશ્કેલી યથાવત:'ટટીરી' ગીતના 857 રીલ્સ અને વીડિયો હટાવાયા; ગીતને શેર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરાશે

    1 day ago

    બોલિવૂડ સિંગર-રેપર બાદશાહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. તેના કથિત રીતે વાંધાજનક ગીત 'ટટીરી'ને યુટ્યુબ પરથી હટાવ્યા બાદ હવે હરિયાણાની પંચકુલા પોલીસે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી ગીત સંબંધિત કુલ 857 લિંક્સ હટાવી દીધી છે, જેમાં 154 યુટ્યુબ વીડિયો અને 703 ઇન્સ્ટાગ્રામ રીલ્સનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસ એવા લોકોની પણ ઓળખ કરી રહી છે, જે હજુ પણ તેને શેર કરી રહ્યા છે. પોલીસે તમામ પ્લેટફોર્મ્સને નોટિસ જારી કરીને ગીતના તમામ વર્ઝન- રી-અપલોડ, શોર્ટ વીડિયો અને અન્ય સ્વરૂપોને હટાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ‘ટટીરી’ વિવાદ પર હરિયાણાના DGP શું બોલ્યા? હરિયાણાના DGP અજય સિંઘલે કહ્યું કે, રાજ્યમાં મહિલાઓ અને સગીરોની ગરિમા વિરુદ્ધ કોઈપણ પ્રકારનું વાંધાજનક કન્ટેન્ટ સહન કરવામાં આવશે નહીં અને 'ટટીરી' જેવા કિસ્સાઓમાં કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ્સ પર દેખરેખને વધુ મજબૂત કરવામાં આવી છે, જેથી કોઈપણ વાંધાજનક બાબતોને દૂર કરી શકાય અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરી શકાય. રીલ્સ ક્રિએટર્સને ચેતવણી, શેર કરનારાઓની થઈ રહી છે ઓળખ એડિશનલ પોલીસ મહાનિર્દેશક અને પંચકુલાના કમિશનર શિબાસ કવિરાજે રીલ બનાવનારાઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે કોઈ આ ગીત પર રીલ, શોર્ટ કે અન્ય વીડિયો બનાવીને શેર કરશે, તેની સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આવું કરનારાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક અથવા બેન પણ કરી શકાય છે. તેમજ, વારંવાર ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કલમો હેઠળ કેસ નોંધીને ધરપકડ પણ કરી શકાય છે. વાસ્તવમાં, બાદશાહનું 'ટટીરી' ગીત 1 માર્ચે રિલીઝ થયું હતું. ગીત રિલીઝ થતાની સાથે જ ગીતના શબ્દો અને વિદ્યાર્થિનીઓના દ્રશ્યોને લઈને અનેક સામાજિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ હરિયાણા મહિલા આયોગ અને બાળ સંરક્ષણ આયોગે આ મામલે સંજ્ઞાન લીધું હતું. હરિયાણા મહિલા આયોગ દ્વારા બાદશાહને પાણીપતમાં હાજર થવા માટે બોલાવવામાં આવ્યો હતો, જેમાં હાજર ન રહેતા તેની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી દીધી અને પોલીસને લુકઆઉટ નોટિસ પાછી ખેંચી લેવા જણાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Mohanlal’s Drishyam 3 gets new release date amid Middle East crisis
    Next Article
    EDITOR'S VIEW: સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની ત્રિવેણી:ખામૈનીની હજુ કેમ દફનવિધિ નથી થઈ? કયા બંકરમાં છૂપાયા છે મોજતબા? ટ્રમ્પના અલ્ટીમેટમને ઈરાનનો તમાચો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment