Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “સેવા મેરા યોગદાન” અંતર્ગત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ:કુલ 274 સહાયક સાધનો અને આર્થિક સહાયનું વિતરણ

    6 hours ago

    મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પાવન પ્રસંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા “સેવા મેરા યોગદાન” અંતર્ગત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું ગોકુલધામ, નાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોકુલધામ નારના પૂજ્ય સાધુ શુકદેવપ્રસાદદાસજી, સોજિત્રા મતવિસ્તારના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર, રાજ્યકક્ષાના મંત્રીકમલેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુરુવર્ય મોહન સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવમયતામાં વધારો કર્યો હતો. દિવ્યાંગ ભાઈ-બહેનોને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવા અને તેમના જીવનમાં સરળતા લાવવાના હેતુથી વિવિધ પ્રકારના કુલ 274 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં 88 વ્હીલચેર, 10 ટ્રાઈસિકલ, વોકિંગ સ્ટીક, એલ્બો ક્રચ, રોલેટર, ટી.એલ.એમ. કીટ, બ્રેઈલ કીટ, સુગમ્ય કેન, 88 હિયરિંગ એઈડ, એ.ડી.એલ. કીટ તથા સેલફોનનો સમાવેશ થાય છે. આ સાથે દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ હેઠળ બે લાભાર્થીઓને દિવ્યાંગ લગ્ન સહાય પેટે કુલ રૂ. 1.50 લાખ તથા 10 લાભાર્થીઓને દિવ્યાંગ ટુ-વ્હીલર ખરીદી માટે કુલ રૂ. 2.50 લાખની આર્થિક સહાય આપવામાં આવી. ઉપરાંત આશરે 30 દિવ્યાંગજનોને માસિક પેન્શન યોજનાના મંજૂરી હુકમ અને 104 દિવ્યાંગજનોને મફત બસ મુસાફરી માટે દિવ્યાંગ ઓળખકાર્ડ (બસપાસ) આપવામાં આવ્યા. દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેનો પ્રેરણારૂપ પ્રયાસ “સેવા મેરા યોગદાન” અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણ પૂરતો સીમિત ન રહી, પરંતુ દિવ્યાંગજનોના સન્માન, સ્વાવલંબન અને સશક્તિકરણ તરફનો સંવેદનશીલ પ્રયાસ બની રહ્યો હતો. સમાજના દરેક વર્ગને સાથે લઈને “સેવા દ્વારા સશક્તિકરણ”ની ભાવનાને સાકાર કરતો આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરા તાલુકા PI એ.વાય. પટેલની ટ્રાફિક PI તરીકે બદલી:પોલીસ સ્ટેશનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો, અધિકારીઓ-કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    મેન્યુઅલ રિપોર્ટ બનાવી દૂધના ફેટમાં ખેલ:ભોજપરાની ક્રેવ ક્રીમરીમાં 53 લાખથી વધુનું કૌભાંડ, 13 શખ્સો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment