Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેન્યુઅલ રિપોર્ટ બનાવી દૂધના ફેટમાં ખેલ:ભોજપરાની ક્રેવ ક્રીમરીમાં 53 લાખથી વધુનું કૌભાંડ, 13 શખ્સો સામે ગુનો દાખલ

    6 hours ago

    ભાવનગરના ભોજપરા ખાતે આવેલી ‘ક્રેવ ક્રીમરી એલએલપી’ નામની ડેરી કંપનીમાં દૂધના સપ્લાયરો અને કંપનીના જ બે લેબ ટેક્નિશિયનોએ મિલીભગત કરી લાખો લીટર દૂધના ફેટમાં ગેરરીતિ આચરી હોવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ ભેજાબાજ સપ્લાયરોએ કંપનીના કર્મચારીઓને નાણાંની લાલચ આપી ઓટોમેટિક રિપોર્ટના બદલે ખોટા મેન્યુઅલ રિપોર્ટ બનાવી, દૂધના ફેટ અને વજનમાં વધારો દર્શાવી કુલ 53.94 લાખથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે કંપનીના મેનેજિંગ ડિરેકટર દ્વારા ભરતનગર, વેળાવદર ભાલ અને તળાજા પોલીસ મથકમાં અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે 13 શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કંપનીને 10 લાખથી વધુનું નુકસાન અમદાવાદ બોડકદેવ ખાતે રહેતા અને ડેરી કંપનીના મેનેજીંગ ડીરેકટર શૈલ આપટેએ ભરતનગર પોલીસ મથકમાં ગોપાલ ડેરીના માલિક જયદીપ ભુવા અને કંપનીના કર્મચારીઓ અમરજીત પટેલ તથા ગોપાલભાઈ મેવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, માર્ચ-2025 થી માર્ચ-2026 સુધી કંપનીએ ગોપાલ ડેરી પાસેથી દૂધની ખરીદી કરી હતી. પરંતુ મટીરીયલ બેલેન્સ ચેક કરતા ફેટનો લોસ આવતો હોવાથી જાન્યુઆરી-2026 માં તપાસ કરવામાં આવી હતી. જેમાં ખુલ્યું કે, કર્મચારીઓ અમરજીત અને ગોપાલે જયદીપ ભુવા પાસેથી લાંચ પેટે ખાતામાં હજારો રૂપિયા જમા કરાવી, દૂધના ફેટના આંકડા ખોટી રીતે વધારીને રિપોર્ટ બનાવ્યા હતા. જેનાથી કંપનીને રૂ. 10,18,119 નું નુકશાન થયું હતું. વેળાવદર ભાલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બીજી ફરિયાદ વેળાવદર ભાલ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં અધેળાઈ ખાતે આવેલ બલ્ક મિલ્ક સેન્ટર (બી.એમ.સી.) ના ભાગીદાર રત્ના મેર, શિવભદ્રસિંહ ચુડાસમા અને લેબ ટેક્નિશયનો અમરજીત પટેલ, ગોપાલ મેવાડા તથા કિશન કરમટીયા સામે ગુનો નોંધાયો છે. નવેમ્બર-2025 થી અહીં પણ ફેટનો લોસ જણાતો હતો. તપાસમાં સામે આવ્યું કે, બી.એમ.સી.ના કર્મચારી કિશને ભાગીદારો સાથે મળીને ઓટોમેટીક મશીન રિપોર્ટના બદલે મેન્યુઅલ મોડથી ફેટ, એસ.એન.એફ. અને વજનમાં જાણીજોઈને ખોટા આંકડા દર્શાવ્યા હતા. લેબ ટેકનીશ્યનોએ પણ મેળાપીપણું કરી ખોટા રિપોર્ટના આધારે કંપની પાસેથી રૂ. 22,48,576 નું વધુ ચૂકવણું કરાવ્યું હતું. જેના બદલામાં તેમના બેંક ખાતાઓમાં મોટી રકમો જમા થઈ હતી. તળાજા પોલીસમાં 21 લાખથી વધુની ગેરરીતિની ફરિયાદ ત્રીજી ફરિયાદ તળાજા પોલીસ મથકમાં સપ્લાયર જગદીશ તોતા, નાનું ભરવાડ, ડ્રાઇવર ભરત અને કર્મચારીઓ અમરજીત પટેલ તથા ગોપાલ મેવાડા વિરુદ્ધ નોંધવામાં આવી છે. આ શખ્સો માર્ચ-2025 થી કંપનીને દૂધ સપ્લાય કરતા હતા. નવેમ્બર-ડિસેમ્બર 2025 માં અહીં પણ ફેટનો મોટો તફાવત જણાતાં તપાસ શરૂ થઈ હતી. જેમાં માલૂમ પડ્યું કે લેબ ટેકનીશ્યન અમરજીત અને ગોપાલ દ્વારા રજિસ્ટર અને લેબોરેટરી રિપોર્ટમાં ફેટના આંકડાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. તેઓએ પૈસાની લાલચમાં ખોટા રિપોર્ટ બનાવી, ડિસેમ્બર-2025 થી મે-2026 સુધીમાં કુલ 4,67,726 લીટર દૂધમાં 2338 કિલો ફેટ વધારે દર્શાવી કંપનીને રૂ. 21,28,153 નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે પણ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    “સેવા મેરા યોગદાન” અંતર્ગત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ:કુલ 274 સહાયક સાધનો અને આર્થિક સહાયનું વિતરણ
    Next Article
    झुका आयोग, देना पड़ा जवाब, देर से आया मगर मानी ग़लती, नामों को जोड़ेंगे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment