Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં ઝેરી કેમિકલ ઓકતા 274 તપેલા ડાઈંગ સામે તંત્ર લાચાર:રિપોર્ટ તૈયાર છતાં કાર્યવાહીના નામે ‘કુલડીમાં ગોળ ભાંગતી’ મનપા, અધિકારીઓની ખો-ખો વચ્ચે પ્રજા ત્રસ્ત

    1 day ago

    ટેક્સટાઇલ નગરી સુરતમાં ગેરકાયદે ધમધમતા તપેલા ડાઈંગ એકમોનું દૂષણ હવે સ્થાનિક નાગરિકો માટે ગંભીર આરોગ્ય સંકટ બની ગયું છે. કતારગામ ઝોન હેઠળ આવતા નાની બહુચરાજી અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા તપેલા ડાઈંગ એકમો દ્વારા પર્યાવરણના નિયમોના ખુલ્લેઆમ લીરા ઉડાવવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કે પ્રોસેસ કર્યા વિના ઝેરી કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું રંગીન પાણી સીધું મનપાની ડ્રેનેજ લાઈનમાં ઠાલવવામાં આવી રહ્યું છે. પરિણામે, ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થઈને રસ્તાઓ પર કેમિકલયુક્ત પાણીની રેલમછેલ સર્જે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકો અસહ્ય હાલાકી અને દુર્ગંધ વચ્ચે ત્રસ્ત થઈ ચૂક્યા છે. 274 તપેલા ડાઈંગ એકમોને નોટિસ ફટકારાઈ આ વિકરાળ સમસ્યા સામે જાગેલી વ્યાપક ફરિયાદોને પગલે આશરે એક પખવાડિયા અગાઉ કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેમિકલયુક્ત પાણીનો બારોબાર નિકાલ કરતા આશરે 274 જેટલા તપેલા ડાઈંગ એકમોને કડક સૂચના સાથે નોટિસ ફટકારવામાં આવી હતી. આ પ્રાથમિક પગલાં બાદ સ્થાનિકોમાં પ્રદૂષણ મુક્તિની આશા બંધાઈ હતી, પરંતુ નોટિસની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ રિપોર્ટ તૈયાર કરીને ઝોનલ ચીફ સ્મીત લોઢાને સુપરત કરી દેવામાં આવ્યો હોવા છતાં, કોઈ જ નક્કર દંડાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. કતારગામ ઝોનમાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા અગાઉ શહેરના ઉધના અને લિંબાયત ઝોનમાં આવા જ પ્રદૂષણ ફેલાવતા તપેલા ડાઈંગ એકમો સામે નોટિસ બાદ સીલિંગ સહિતની કડક ઝુંબેશ ચલાવાઈ હતી, ત્યારે કતારગામ ઝોનમાં તંત્રની નિષ્ક્રિયતા અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. રિપોર્ટ ટેબલ પર તૈયાર પડ્યો હોવા છતાં કાર્યવાહી માટે મુહૂર્ત ન નીકળતાં વહીવટી તંત્ર અંદરખાને કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી ખો-ખોની રમતને પગલે બેફામ બનેલા એકમ સંચાલકો હવે કોઈપણ જાતના ડર વિના નિશ્ચિંત બનીને ફરી ગંદકી ફેલાવી રહ્યા છે. તંત્રની ઢીલી નીતિથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને તત્કાળ સીલિંગ સહિતની કડક કાર્યવાહીની માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    નોકરી છૂટતા MBA કરતો યુવક ચોર બન્યો:' નવા ઝભ્ભા પહેરીને નીકળી ન પડતા' -ગાંધીનગર મનપાના ઉમેદવારોને સંઘવીની ટકોર, જાહેર રોડ પર શાકભાજી-ફ્રુટ નહી વેચી શકાય
    Next Article
    નવસારીમાં આધેડને કચડનાર ઓડીચાલકનો ગુનાહિત ભૂતકાળ:વિજલપોર, ટાઉન અને જલાલપોર પોલીસ સ્ટેશનમાં 4 ગુના નોંધાયા; કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment