Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રી અમિત શાહ સોમનાથની મુલાકાતે આવશે:27-28 એપ્રિલે સંભવિત આગમન, ચૂંટણી પરિણામ પૂર્વે દર્શન-પૂજા

    16 hours ago

    ગૃહમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ 27 અને 28 એપ્રિલ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેશે. તેઓ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. આ મુલાકાત રાજકીય અને ધાર્મિક બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમિત શાહ 27 એપ્રિલના બપોર બાદ સોમનાથ પહોંચશે. તેઓ રાત્રી રોકાણ કરશે અને 28 એપ્રિલના રોજ વહેલી સવારે ભગવાન સોમનાથના દર્શન, પૂજા અને અભિષેક વિધિ કરીને પરત ફરશે. આ મુલાકાત ખાસ કરીને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, કારણ કે પશ્ચિમ બંગાળ સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થવાના પૂર્વે ગૃહમંત્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા આવી રહ્યા છે. આનાથી રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો તેજ બની છે. સોમનાથ મહાદેવ પ્રત્યે ગાઢ શ્રદ્ધા ધરાવતા અમિત શાહ અગાઉ પણ અનેક વખત અહીં દર્શનાર્થે આવી ચૂક્યા છે. દરેક મહત્વના રાજકીય પ્રસંગો પહેલાં તેમની આસ્થા દર્શાવતી મુલાકાતો ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર મુકાયું છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરાશે.
    Click here to Read More
    Previous Article
    'આપ' ના જ નેતાએ 'આપ' સામે ખોલ્યો મોરચો,:ખેડૂતોના નામે છેતરપિંડી થતી હોવાના સનસનીખેજ આક્ષેપો, અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર પર સાધ્યુ નિશાન
    Next Article
    સંખેડા પોલીસે ₹3.96 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:વડોદરા લઈ જવાઈ રહ્યો હતો, એક પકડાયો અને બીજો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment