Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આપ' ના જ નેતાએ 'આપ' સામે ખોલ્યો મોરચો,:ખેડૂતોના નામે છેતરપિંડી થતી હોવાના સનસનીખેજ આક્ષેપો, અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર પર સાધ્યુ નિશાન

    14 hours ago

    રાજકોટમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પરેશ ગોસ્વામીએ એકાએક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની જ પાર્ટી વિરુદ્ધ આકરા પ્રહાર કરતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેમણે પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરતા જણાવ્યું કે ભારત એક ખેતીપ્રધાન દેશ છે જ્યાં 18 કરોડ ખેડૂતો વસે છે, પરંતુ આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં કામ કરવાને બદલે તેમને માત્ર 'વોટ બેન્ક' તરીકે વાપરી રહી છે. વિસાવદરના ખેડૂતોએ જેમના પર ભરોસો મૂક્યો હતો તે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં ખેડૂતોનાં મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા માત્ર સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સત્તાપક્ષને ગાળો આપવાનું કામ કરે છે, જ્યારે વાસ્તવિકતામાં બોટાદના કડદા કાંડ જેવી ઘટનાઓમાં ખેડૂતો આજે પણ ન્યાય માટે ટળવળી રહ્યા છે. પરેશ ગોસ્વામીએ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર પર પણ નિશાન સાધતા ખુલાસો કર્યો હતો કે દિવાળી બાદ થયેલા માવઠામાં ખેડૂતોને પાયમાલ કરનારું નુકસાન થયું હતું. આ અંગે સીએમ ભગવંતમાન સાથે વાતચીત કરી પંજાબની તિજોરીમાંથી રાહત આપવાની રજૂઆત કરી હોવા છતાં પંજાબ સરકાર તરફથી રૂ. 1ની પણ સહાય મળી નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખાતરની કોઈ અછત ન હોવા છતાં 'આપ' દ્વારા જાણીજોઈને કાર્યકર્તાઓને લાઈનમાં ઊભા રાખી અછતનો સાવ ખોટો માહોલ ઊભો કરાય છે. સોશિયલ મીડિયા પર ગાળો આપવા માટે પક્ષે મોટી ટીમ તૈયાર કરી છે. આમ આદમી પાર્ટીનું કામ માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનું જ છે, ખેડૂતો માટે સાચા અર્થમાં કામ કરવાનું નહીં, તેમ કહી તેમણે પક્ષને રામ-રામ કર્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો, દર્દી સાથે રીક્ષા છેક ઈમરજન્સી વોર્ડમાં ઘૂસી ગઈ રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આજે ચોંકાવનારી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતી ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે ગંભીર હાલતમાં આવતા દર્દીઓ માટે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની બહારથી સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવામાં આવતી હોય છે, જેથી દર્દીને અંદર લઈ જઈ શકાય. પરંતુ આજે એક રીક્ષાચાલકે જાણે ફિલ્મી નકલ કરી હોય તેમ, મહિલા દર્દી સાથે પોતાની રીક્ષા સીધી જ ઈમરજન્સી વિભાગના દરવાજા સુધી અંદર સુધી દોડાવી દીધી હતી. રીક્ષા અચાનક અંદર આવી જતાં ત્યાં હાજર સ્ટાફ અને અન્ય દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે આશ્ચર્ય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલા દર્દી ચાલવા માટે સક્ષમ હોય તેવું જણાતું હતું, છતાં પણ રીક્ષા ચાલક કોઈ રોકટોક વગર રીક્ષા અંદર સુધી લઈ ગયો હતો. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ જ્યાં સતત દર્દીઓની અવરજવર હોય છે, ત્યાં રીક્ષા અંદર ઘૂસી જવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા છે. આ બેદરકારી બદલ સુરક્ષાકર્મીઓ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે રીક્ષા ગેટ પાસેથી પસાર થઈને ઈમરજન્સી વોર્ડ સુધી કેવી રીતે પહોંચી ગઈ ? આ ઘટના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે, જોકે તપાસ બાદ પગલાં લેવાશે કે ભીનું સંકેલી લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે. ફર્સ્ટ ટાઈમ વોટર્સને ક્રિકેટર ચેતેશ્વર પુજારાની અપીલ, કહ્યું- ‘પહેલી વાર મતદાનનો રોમાંચ અનેરો, અચૂક વોટ આપજો’ રાજકોટના વતની અને જાણીતા ક્રિકેટર તેમજ રાજ્ય ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારાએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા ખાસ અનુરોધ કર્યો છે. આઈ.પી.એલ.ના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ તેમણે એક ઓડિયો સંદેશ જારી કરીને યુવા મતદારોને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે જણાવ્યું કે પહેલી વાર મતાધિકારનો ઉપયોગ કરવાનો આનંદ અને રોમાંચ ખૂબ જ અલગ હોય છે. પોતાનો અનુભવ યાદ કરતાં તેમણે કહ્યું કે જ્યારે તેમને પ્રથમ વાર મતાધિકાર મળ્યો ત્યારે તેઓ પણ અત્યંત ઉત્સાહિત હતા. ચેતેશ્વર પુજારાએ યુવાનોને સમજાવ્યું હતું કે મતાધિકાર મળવાની સાથે જ તેઓ હવે દેશના જવાબદાર નાગરિક બન્યા છે. આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક મત કિંમતી છે, તેથી સમય ફાળવીને મતદાન કેન્દ્ર પર અચૂક જવું જોઈએ. મતદાન કરવું એ માત્ર હક નથી પણ એક મહત્વની જવાબદારી પણ છે. રાજકોટના આ સ્ટાર ક્રિકેટરે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોએ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈને જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાના 14 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટ્યા:સંજય સિંહે કહ્યું- 7 રાજ્યસભા સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે સભાપતિને પત્ર લખશે
    Next Article
    ગૃહમંત્રી અમિત શાહ સોમનાથની મુલાકાતે આવશે:27-28 એપ્રિલે સંભવિત આગમન, ચૂંટણી પરિણામ પૂર્વે દર્શન-પૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment