Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંખેડા પોલીસે ₹3.96 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:વડોદરા લઈ જવાઈ રહ્યો હતો, એક પકડાયો અને બીજો ફરાર

    3 days ago

    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસે બહાદરપુર ઓરસંગ નદીના ડાયવર્ઝન પાસેથી રૂ. 3,96,773/-ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સક્રિય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સમયગાળા દરમિયાન દારૂની હેરાફેરીના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. સંખેડા પોલીસને બાતમી મળી હતી કે, સંખેડા ઓરસંગ નદીના ડાયવર્ઝન પરથી નંબર વગરની ઈકો કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે બહાદરપુર તરફના છેડે વોચ ગોઠવી હતી. પોલીસે ઈકો ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉતારી દીધી હતી, જેના કારણે ગાડી રેતીમાં ફસાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઈકો ગાડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી રૂ. 3,96,773/-ની કિંમતની વિદેશી દારૂની 299 બોટલ મળી આવી હતી. પકડાયેલા ચાલકે પોતાનું નામ પ્રમોદ પંચનારાયણ પાંડે (રહે. લાલબજાર, ડભોઈ) જણાવ્યું હતું. તેણે પૂછપરછમાં આ દારૂ વડોદરાના આશિષ જોશીના કહેવાથી કવાંટ બાજુથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. સંખેડા પોલીસે વિદેશી દારૂ, ઈકો ગાડી અને રોકડ સહિત કુલ રૂ. 5,01,773/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પ્રમોદ પાંડે અને આશિષ જોશી વિરુદ્ધ ગુનો નોંધી પ્રમોદ પાંડેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રી અમિત શાહ સોમનાથની મુલાકાતે આવશે:27-28 એપ્રિલે સંભવિત આગમન, ચૂંટણી પરિણામ પૂર્વે દર્શન-પૂજા
    Next Article
    पाकिस्तान को लेकर बहस, कैसे मिला ग्लोबल मंच, कहाँ हैं भारत के ग्लोबल लीडर? Islamabad Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment