Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 27મો ગાંધી જયંતિ ઉત્સવ ઉજવાયો:સાબરકાંઠા બધિર મંડળે આયોજન કર્યું, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રારંભ કરાવ્યો

    1 day ago

    હિંમતનગરમાં સાબરકાંઠા બધિર મંડળ દ્વારા 27મા મહાત્મા ગાંધી જયંતિ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ દીપ પ્રાગટ્ય કરીને આ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહોત્સવમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વલસાડ, અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 200 બધિર પરિવારો હાજર રહ્યા હતા. ઉત્સવનું સંચાલન પણ બધિરો દ્વારા જ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ ઋત્વિક સિંધીએ જણાવ્યું કે, આ આયોજનનો મુખ્ય હેતુ બધિરોને સાઇન લેંગ્વેજ દ્વારા આધુનિક બજારની જાણકારી આપવાનો છે. આ પ્રસંગે રમતો અને લકી ડ્રો જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. ઉત્સવમાં સવારે ચા-નાસ્તો અને બપોરના ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ ઋત્વિક સિંધી, ઉપપ્રમુખ સુનીલભાઈ પટેલ અને મંત્રી હરેશભાઈ સિંધી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાંસદ ભરત સુતરિયાએ શહીદ સૈનિકોના પરિવારને રૂ. 2.28 લાખ આપવાની:અમરેલીમાં પૂર્વ સૈનિક સંમેલનમાં પોતાના એક માસના પગારની રકમ આપી
    Next Article
    ડેર ગામે છ શખ્સોએ યુવકને ધારીયા, પાઇપથી માર્યો:જૂના ઝઘડાના સમાધાન બાબતે ઉશ્કેરાઈને હુમલો, બાલીસણા પોલીસમાં ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment