Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ભરત સુતરિયાએ શહીદ સૈનિકોના પરિવારને રૂ. 2.28 લાખ આપવાની:અમરેલીમાં પૂર્વ સૈનિક સંમેલનમાં પોતાના એક માસના પગારની રકમ આપી

    1 day ago

    અમરેલીમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અહીં પૂર્વ સૈનિકોની પત્નીઓનું સન્માન કરાયું. સાંસદ ભરત સુતરિયાએ શહીદ સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારના કલ્યાણ માટે પોતાના એક માસનો પગાર આપવાની જાહેરાત કરી. આ રકમ રૂ. 2.28 લાખ છે. તેમણે ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સૈનિકોના પરિવારને મદદની ખાતરી આપી. તેમણે કોઈ પણ સમસ્યા માટે વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવ્યું. કાર્યક્રમમાં એન.સી.સી. કેડેટ્સે નાટ્ય પ્રસ્તુતિ કરી. દાતાઓ રોહિતભાઈ ચોવટિયા અને દિનેશભાઈ ભુવા તેમજ વરિષ્ઠ સૈનિક વિનોદભાઈ મહેતાનું સન્માન થયું.
    Click here to Read More
    Previous Article
    પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી વિધવાની હત્યા:તીક્ષણ હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતારી, વડોદરાના શિનોર તાલુકાનો બનાવ
    Next Article
    હિંમતનગરમાં 27મો ગાંધી જયંતિ ઉત્સવ ઉજવાયો:સાબરકાંઠા બધિર મંડળે આયોજન કર્યું, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment