Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી વિધવાની હત્યા:તીક્ષણ હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતારી, વડોદરાના શિનોર તાલુકાનો બનાવ

    1 day ago

    વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે પ્રેમપ્રકરણમાં એક વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા પ્રેમીએ પોતાના લીવ ઇન પાર્ટનરને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શિનોર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 10 વર્ષ અગાઉ મહિલાના પતિનું મોત થયું હતું શિનોરના ડીવાયએસપી આકાશ પટેલના જણાવ્યા અનુસાર છાણભોઈ ગામ ખાતે રહેતા મનીષા વસાવાના પતિનું 10 વર્ષ અગાઉ નિધન થયું હતું. ત્યારબાદ તેઓ ગામના જ સતીશ વસાવા નામના વ્યક્તિ સાથે prem સંબંધ હતો. 2 વર્ષથી મનીષા અને સતીશ લીવ ઇનમાં પતિ પત્નીની જેમ રહેતા હતાં. મનીષાને બે સંતાનો છે જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને નાનો દીકરો તેના મામાના ઘરે રહે છે. આ દરમિયાન સતીશ વસાવાએ કોઈક કારણોસર હત્યા કરી હતી. બે વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા સતીશ વસાવાએ પોતાની લીવ-ઇન પાર્ટનર મનીષા વસાવા પર અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક મનીષાબેન વિધવા હતા અને છેલ્લા બે વર્ષથી આરોપી સતીશ સાથે લીવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. હત્યા અંગેની જાણ પોલીસ વિભાગને કરાતા શિનોર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લોહીથી લથબથ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ હત્યા કર્યા બાદ આરોપી પ્રેમી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં જ વડોદરા રૂરલ DYSP સહિત શિનોર પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલે મૃતક મહિલાના પુત્ર સોહમની ફરિયાદના આધારે શિનોર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને ફરાર આરોપી સતીશ વસાવાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટથી ગોવાની ફ્લાઈટ 25 ઓક્ટોબરથી શરૂ થશે:નવરાત્રિ-દિવાળીમાં સૌરાષ્ટ્રવાસીઓને ફરવા જવામાં ફાયદો થશે, સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે
    Next Article
    સાંસદ ભરત સુતરિયાએ શહીદ સૈનિકોના પરિવારને રૂ. 2.28 લાખ આપવાની:અમરેલીમાં પૂર્વ સૈનિક સંમેલનમાં પોતાના એક માસના પગારની રકમ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment