Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોર ગામના ખેડૂત સાથે 2.67 લાખથી વધુની ઠગાઈ:બેંક ઓફ બરોડાની મોબાઈલ એપ્લિકેશન અપડેટ કરતી વખતે હેકર્સે રુપિયા ઉપાડી લીધા

    16 hours ago

    વડોદરા જિલ્લાના પોર ગામના એક ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈની ઘટના સામે આવી છે, જેમાં બેંક ઓફ બરોડાની મોબાઈલ એપ્લિકેશન 'bob world' અપડેટ કરવા દરમિયાન અજાણ્યા શખ્સોએ ખાતામાંથી રૂ.2,67,780 ઉપાડી લીધા હોવાની વિગતો બહાર આવી છે. એપ્લિકેશન અપડેટ કરતાં બંધ થઈ ગઈ પોર ગામના પટેલ ફળિયામાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિમલભાઈ આશાભાઈ પટેલ (ઉ.વ. 51) પોર ગામની બેંક ઓફ બરોડા શાખામાં ખાતા ધારક છે. તેઓ છેલ્લા આશરે ત્રણ વર્ષથી પોતાના મોબાઈલ ફોનમાં બેંકની 'bob world' એપ્લિકેશનનો ઉપયોગ કરી તમામ નાણાકીય વ્યવહારો કરે છે. એપ્લિકેશનનો પાસવર્ડ બદલીને ફરી ચાલુ કરતા, 10 ટ્રાન્ઝેક્શન ફરિયાદી વિમલભાઈ તેમના મોબાઈલમાં આ એપ્લિકેશન અપડેટ કરી રહ્યા હતા ત્યારે તે બંધ થઈ ગઈ હતી અને પાસવર્ડ યાદ ન હોવાથી એપ્લિકેશન ખુલી શકી ન હતી. ત્યારબાદ સત્તત ત્રણ દિવસ તેમના મોબાઈલ પર વારંવાર OTP આવ્યા હતા, જે તેમણે કોઈની સાથે શેર કર્યા ન હતા. ત્યારબાદ તેઓએ એપ્લિકેશનનો પાસવર્ડ બદલીને ફરી ચાલુ કરતા જાણ થઈ કે તેઓના UPI આઈડી દ્વારા કુલ 10 ટ્રાન્ઝેક્શનથી રૂ. 2,67,780 કપાઈ ગયા છે. ખેડૂતે બેંક અકાઉન્ટ બ્લોક કરાવી દીધું આ બનાવની જાણ થતાં જ વિમલભાઈએ બેંક ઓફ બરોડાની પોર શાખામાં જઈને પોતાનું બેંક અકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. તેમજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કચ્છના 13 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક સન્માન મળ્યું:ભુજમાં આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ સાથે સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણની જવાબદારી નિભાવવાનું આહ્વાન
    Next Article
    ઉમરાળાના ભોજાવદર ગામે જુગારધામ પર દરોડો:રેલવે નાળા પાસે જુગાર રમતા 6 શખસને 12 હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment