Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોલરના ટ્રેડિંગમાં રોકાણ કરવાના નામે 26.61 લાખની ઠગાઈ:ઈસનપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમસંબંધ અને લીવઈન કરાર કરવા મહિલાને દબાણ કર્યુ, મુખ્ત્યાર અંસારી સામે ફરિયાદ

    4 days ago

    અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલાએ તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાત વર્ષ પહેલાં જ્યારે મહિલા ખોખરાની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી, ત્યારે ત્યાં જ કામ કરતા મુખ્ત્યાર અંસારી સાથે તેની ઓળખાણ થઈ હતી, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી. આરોપી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો છેલ્લા ત્રણ વર્ષથી મહિલાએ પોતાનું શર્ટ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હોવાથી તે વ્યવસાયમાં વ્યસ્ત રહેતી હતી. કામના કારણે ફોન વ્યસ્ત આવતા મુખ્ત્યાર અંસારી તેના પર શંકા કરી અવારનવાર ઝઘડા કરતો હતો. આ સતત થતા વિવાદોથી કંટાળીને મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. સંબંધ તોડ્યા બાદ પણ મુખ્ત્યાર મહિલાના ઘરે અને કારખાને જઈને ફરી પ્રેમસંબંધ બાંધવા તથા લીવ-ઇન કરાર કરવા માટે દબાણ કરતો હતો. તેણે મહિલાને અને તેના પરિવારજનોને ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે, હેરાનગતિ સહન ન થતા મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મુખ્ત્યાર સામે ગુનો નોંધાવ્યો છે. ટ્રેડિંગના નામે રુપિયા 26.61 લાખની ઠગાઈ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પેઇન્ટિંગનું કામ કરતા મનીષભાઈ બજાણિયા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ફેસબુક પર તેમને મલેશા વર્મા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. પરિચય વધ્યા બાદ મલેશાએ તેમને યુએસ ડોલરના ટ્રેડિંગમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. મલેશાની વાતોમાં આવીને મનીષભાઈએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹26.61 લાખનું રોકાણ કર્યું હતું. થોડા સમય બાદ જ્યારે તેમને નાણાંની જરૂર પડી અને તેમણે પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે મલેશાએ સંપર્ક તોડી નાખ્યો અને ફોન બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા મનીષભાઈએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    8 મેએ રોજગાર ભરતી મેળો:ખાનગી ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસના ઓડિટોરીયમ હોલમાં મેળો યોજાશે
    Next Article
    હાઈકોર્ટે નારાયણ સાંઈની જામીન અરજી ફગાવી:આસારામના હંગામી જામીન બાદ પુત્રની સુરત દુષ્કર્મ કેસમાં અરજી, જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના બનવાની શક્યતાની સરકારની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment