Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે નારાયણ સાંઈની જામીન અરજી ફગાવી:આસારામના હંગામી જામીન બાદ પુત્રની સુરત દુષ્કર્મ કેસમાં અરજી, જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના બનવાની શક્યતાની સરકારની રજૂઆત

    8 hours ago

    આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીને હાઇકોર્ટે નકારી નાખી છે. 'લાંબા સમયના જેલવાસ માટે અરજદાર પોતે જવાબદાર' અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તે છેલ્લા 12 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. ભોગ બનનારના નિવેદનમાં વિરોધાભાસ છે અને FIR નોંધવામાં ઘણો વિલંબ થયો હતો. અરજદારની તબિયત ખરાબ છે અને તે ડાયાબિટીસ, માઈગ્રેન અને કરોડરજ્જુની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જો કે કોર્ટે નોંધ્યું હતું કે એકવાર વ્યક્તિ ગંભીર ગુનામાં દોષિત ઠરે, પછી તેની નિર્દોષતાની ધારણા રહેતી નથી. પુરાવાનું ફરીથી વિશ્લેષણ અપીલની અંતિમ સુનાવણી સમયે જ થઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લાંબા સમયના જેલવાસ માટે અરજદાર પોતે જવાબદાર છે. રેકોર્ડ મુજબ અરજદારે વારંવાર વિવિધ અરજીઓ કરીને અપીલની અંતિમ સુનાવણીમાં સહકાર આપ્યો નથી. 'વારંવારની સજા મોકૂફીની માંગને કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ' કોર્ટે દૈનિક ધોરણે અપીલ સાંભળવાની તૈયારી બતાવી હતી, પરંતુ અરજદારના વકીલે માત્ર જામીન અરજી પર જ દલીલો કરવાની સૂચના હોવાનું જણાવ્યું હતું. અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માહિતી છુપાવીને કરવામાં આવેલી અરજીઓ અને વારંવારની સજા મોકૂફીની માંગણીને કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાઈની જામીન પર મુક્ત કરવાની અરજી ફગાવી દીધી છે અને તેની અપીલ ઉપર 12 જૂનના રોજ સુનાવણી નિયત કરવામાં આવી છે. સજા સસ્પેન્ડ કરવા અરજી કરી હતી 2019 માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. તે સુરતની જેલમાં બંધ છે. ત્યારે તેને પોતાની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટ એ અરજી સંદર્ભે પીડિતા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનવાણી યોજી હતી. આસારામને મળવા હંગામી જામીન મળ્યા હતા ઉલ્લેખનીય છે કે તેના પિતા આસારામ પણ દુષ્કર્મના કેસમાં હંગામી જામીન ઉપર બહાર છે. અગાઉ આસારામને મળવા જ્યારે નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતા. ત્યારે સરકારી વકીલે નારાયણ સાંઈની વર્તણુક અને તેને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. તે 12 વર્ષથી જેલમાં છે. વર્ષ 2021માં અરજદારની માતાની તબિયત ખરાબ થતા તેને 4 દિવસ માટે જેલ મુક્તિ આપવામાં આવેલી હતી. છેલ્લે તેણે તેના પિતા આસારામને મળવા જવા હંગામી જામીન અપાયા હતા. 'જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના ઘટવાની શકયતા' સરકાર પક્ષે અગાઉ રજૂઆત થઈ ચૂકી છે કે અરજદારના મોટા પાયે ફોલોઅર્સ છે. અગાઉ તે સાહેદોને ધમકી આપી ચૂકેલ છે, ખોટા સર્ટિફિકેટ બનાવેલ છે. તેમજ સાહેદો ઉપર હુમલો કરાવી ચુકેલ છે. તેને સરકારી અધિકારીઓને પણ લાંચ આપવાની કોશિશ કરેલ છે. અરજદારની જેલમાં વર્તણુક પણ યોગ્ય નથી. જેથી તેને જેલના નિયમો મુજબ અયોગ્ય વર્તણૂક બદલ જેલમાં અપાતી સજા પણ કરવામાં આવેલ છે. તેને જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના ઘટવાની શકયતાઓ રહેલ છે. તેને જેલ મુક્ત કરવો યોગ્ય જણાતું નથી. આ પણ વાંચો હાઈકોર્ટે 15 જૂન સુધી આસારામના હંગામી જામીન વધાર્યા:આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અરજી કરી હતી, 6 નવેમ્બરે 6 મહિનાના જામીન આપ્યા હતા દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 6 નવેમ્બરે 6 મહિના માટે ગુજરાત હાઇકોર્ટે હંગામી જામીન આપ્યા હતા. જેની મુદત 6 મેના રોજ પૂર્ણ થવાની હતી. આથી આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં પોતાના હંગામી જામીન લંબાવવા માટે અરજી કરી હતી. હાઇકોર્ટે આસારામના હંગામી જામીન વધારીને 15 જૂન સુધી લંબાવ્યા છે.વિગતવાર વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    ડોલરના ટ્રેડિંગમાં રોકાણ કરવાના નામે 26.61 લાખની ઠગાઈ:ઈસનપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમસંબંધ અને લીવઈન કરાર કરવા મહિલાને દબાણ કર્યુ, મુખ્ત્યાર અંસારી સામે ફરિયાદ
    Next Article
    Trisha Krishnan Feels 'Humbled' After Receiving Overwhelming Love On 43rd Birthday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment