Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેન સાથે અથડાઈને અગનગોળો બની મિનીબસ:ઇન્ડોનેશિયામાં સળગતી બસ ઘણે દુર સુધી ઘસડાતી ગઈ, ડ્રાઇવરનું મોત; 264 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

    6 hours ago

    ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં શુક્રવારે તે સમયે એક મોટો રેલવે અકસ્માત થયો, જ્યારે મેડાન-પેમાતાંગ સિયાંતાર રૂટ પર દોડતી સિયાંતાર એક્સપ્રેસ ટ્રેન એક મિનીબસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત સુરક્ષા ગેટ વિનાના રેલવે ક્રોસિંગ પર થયો હતો. ટકરાયા બાદ ટ્રેનના એન્જિનમાંથી તણખા નીકળ્યા અને આગ લાગી. જોકે રાહતની વાત એ રહી કે ટ્રેનમાં સવાર તમામ 264 મુસાફરો સુરક્ષિત રહ્યા. અકસ્માતમાં મિનીબસ ડ્રાઇવરનું મોત થયું, જ્યારે ટ્રેનના બે ડ્રાઇવર અને એક કર્મચારી ઘાયલ થયા હતા. સુરક્ષા વિનાના ક્રોસિંગ પર અકસ્માત, મિનીબસ કેટલાય મીટર સુધી ઘસડાતી ગઈ કોમ્પાસ ન્યૂઝના અહેવાલ મુજબ, પીટિ કેરેટા આપિ ઇન્ડોનેશિયા (KAI)ના ઉત્તર સુમાત્રા રિજનલ ડિવિઝન-1ના પબ્લિક રિલેશન્સ મેનેજર અનવર યૂલી પ્રાસ્ત્યોના જણાવ્યા અનુસાર, સિયાંતાર એક્સપ્રેસ મેડાન જઈ રહી હતી. મુસાફરી દરમિયાન સિયાંતાર સ્ટેશન અને ડોલોક મેરાંગીર સ્ટેશન વચ્ચે કિલોમીટર 38+7/6 પર એક મિનીબસ અચાનક સુરક્ષા વિનાના રેલવે ક્રોસિંગ પરથી પસાર થવા લાગી. તે જ સમયે ટ્રેન તેની સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મિનીબસ કેટલાય મીટર સુધી ઘસડાતી ગઈ. અકસ્માત દરમિયાન ટ્રેનના એન્જિનમાંથી નીકળેલા તણખાઓએ મિનીબસ અને એન્જીન બંનેમાં આગ લગાડી દીધી. ઘટના બાદ ટ્રેનને રસ્તાની વચ્ચે જ રોકવી પડી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. અકસ્મતમાં ટ્રેનના બે ડ્રાઇવર અને એક અન્ય કર્મચારી ઘાયલ થયા. તમામ ઘાયલોને સ્થળ પરથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ 264 મુસાફરો સુરક્ષિત, આગ એન્જિન સુધી જ રહી રેલવે અધિકારીઓ અનુસાર ટ્રેનમાં સવાર તમામ 264 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અનવર પ્રાસ્ત્યોએ કહ્યું, 'સિઆંતાર સ્ટેશનથી બેઠેલા તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી.' મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા. અકસ્માત બાદ લાગેલી આગે ટ્રેનના એન્જિનને પોતાની ઝપેટમાં લઈ લીધું, પરંતુ ફાયરના કર્મચારીઓએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો. અધિકારીઓ અનુસાર આગ મુસાફર કોચ સુધી પહોંચી ન હતી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું. શુક્રવારે મોડી રાત સુધી ફાયરની ટીમો કૂલિંગ ઓપરેશનમાં વ્યસ્ત રહી. અકસ્માતને કારણે ટ્રેક પર અવરજવર અટકી ગઈ, માર્ગ હજુ પણ બંધ KAIએ જણાવ્યું કે હાલમાં પ્રાથમિકતા ક્ષતિગ્રસ્ત સાધનોને હટાવવાની અને રેલવે ટ્રેકને શક્ય તેટલી વહેલી તકે ચાલુ કરવાની છે. રેલવે અધિકારીઓ સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સાથે મળીને સ્થિતિ સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે. અનવર પ્રાસ્ત્યોએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે ટ્રેકને વહેલી તકે ફરી શરુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલ સેવા સામાન્ય થઈ શકે. રેલવે અધિકારીઓ અનુસાર શુક્રવાર રાત સુધી આ રેલ માર્ગ પરિચાલન માટે તૈયાર થઈ શક્યો ન હતો. અકસ્માતને કારણે ટ્રેક પર અવરજવર અટકી રહી અને ફરી શરુ કરવાનું કાર્ય ચાલુ હતું. પ્રારંભિક તપાસમાં ઘટનાસ્થળે આવેલું સુરક્ષા ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ અકસ્માતનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાના બેટર્સે ન્યૂઝીલેન્ડનો વારો કાઢ્યો:કિવી બોલર્સને બરાબરના ધોયા, કેએલ રાહુલ 136 રન ફટકારીને આઉટ; ટીમ ઈન્ડિયાએ લીડ લીધી
    Next Article
    યોગીએ માતાની અર્થીને કાંધ આપી, રડી પડ્યા:આખી રાત પાર્થિવ દેહ પાસે બેઠા રહ્યા, હરિદ્વાર માટે નીકળી અંતિમ યાત્રા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment