Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ફેમસ નમકીન પર ફૂડ સેફ્ટીના દરોડા:તીખી સેવનો 136 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ, નમૂનો લેબમાં મોકલાયો

    8 hours ago

    પાટણ જિલ્લાના મેસરમાં આવેલા ફેમસ નમકીન ઉત્પાદન એકમ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન તીખી સેવનો શંકાસ્પદ નમૂનો લેવામાં આવ્યો છે અને 136 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એકમના સંચાલકને ખામીઓ બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાદ્ય સુરક્ષા તપાસ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર બી. એચ. ગોસ્વામી દ્વારા મેસર ખાતે કતરા રોડ પર રાધાકૃષ્ણ હાઈસ્કૂલ નજીક આવેલા મિલકત નંબર 1659 સ્થિત મેસર્સ ફેમસ નમકીન નામના એકમની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રાજેશજી ભેમાજી ઠાકોર દ્વારા સંચાલિત આ એકમમાંથી ખુલ્લામાં વેચાતી તીખી સેવ શંકાસ્પદ જણાતા તેનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ સાથે, એકમમાં ઉપલબ્ધ બાકીનો 136 કિલોગ્રામ તીખી સેવનો જથ્થો, જેની અંદાજિત કિંમત 24,480 રૂપિયા છે, તેને સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લેવામાં આવેલો નમૂનો પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે. લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ FSSA, 2006 ના કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, તપાસ દરમિયાન એકમમાં જોવા મળેલી સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત ખામીઓને ધ્યાનમાં લઈને સંચાલકને સુધારાત્મક પગલાં ભરવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદે અમદાવાદને ધ્રુજાવ્યું, સ્થિતિ ભયંકર બની:પારસ નગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર દટાયા, સવાર સુધી કામ વિના ઘર બહાર ન નીકળતા, બોપલ-સરખેજમાં 16 ઇંચથી જળતાંડવ
    Next Article
    24 को CJP का देश भर में प्रदर्शन, राहुल का एक और मार्च, जंतर मंतर पर भारी भीड़

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment