Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગીએ માતાની અર્થીને કાંધ આપી, રડી પડ્યા:આખી રાત પાર્થિવ દેહ પાસે બેઠા રહ્યા, હરિદ્વાર માટે નીકળી અંતિમ યાત્રા

    6 hours ago

    યોગીની માતા સાવિત્રી દેવીના હરિદ્વારમાં અંતિમ સંસ્કાર થશે. અંતિમ યાત્રા પૈતૃક ગામ પૌડીના પંચૂર ગામથી નીકળી ચૂકી છે. માતાની અંતિમ યાત્રામાં યોગી રડી પડ્યા. તેમણે પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવ્યા. તેમણે અર્થીને કાંધ આપી. યોગી આખી રાત માતાના પાર્થિવદેહ પાસે બેઠા રહ્યા. તેમણે અન્ન-જળ ગ્રહણ કર્યું નહોતું. અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે હરિદ્વારના ચંડી ઘાટ પર થશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા મંત્રીઓ સામેલ થશે. ત્યારબાદ યોગી સાંજે લખનઉમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લેશે. યોગીની માતાએ શુક્રવારે સવારે 10:45 વાગ્યે ઘરે અંતિમ શ્વાસ લીધા. તેઓ 91 વર્ષનાં હતાં. યોગી સાંજે જ ઘરે પહોંચી ગયા હતા. તેમણે પરિવાર અને કેરટેકર્સ પાસેથી માતાની અંતિમ ક્ષણોની માહિતી લીધી. તેમણે પૂછ્યું કે અંતિમ સમયે માતાની સાથે કોણ હતું? યોગીએ માતા સાવિત્રી દેવીના અંતિમ દર્શન કર્યા, શ્રદ્ધાંજલિ આપી સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના પંચૂરમાં પોતાની માતા સાવિત્રી દેવીને શ્રદ્ધાંજલિ આપી. તેમની તસવીર પર ફૂલ અર્પણ કર્યા. યોગીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી યોગીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી. તેઓ અર્થીને એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા. યુપીના મંત્રીઓ સહિત અનેક મોટા નેતાઓ અંતિમ સંસ્કારમાં સામેલ થશે સીએમ યોગીની માતાના અંતિમ સંસ્કારમાં ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને યુપીના અનેક મંત્રીઓ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત યુપી ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી, ઉત્તરાખંડ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ, યુપી ભાજપના સંગઠન મહામંત્રી ધર્મપાલ સિંહ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અવિનીશ કુમાર અવસ્થી પણ સામેલ થવાની સંભાવના છે. ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ, વિધાનસભા અધ્યક્ષ ઋતુ ખંડૂડી ભૂષણ અને ધારાસભ્ય રેણુ બિષ્ટ સહિત અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ પણ પહોંચી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન સાથે અથડાઈને અગનગોળો બની મિનીબસ:ઇન્ડોનેશિયામાં સળગતી બસ ઘણે દુર સુધી ઘસડાતી ગઈ, ડ્રાઇવરનું મોત; 264 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
    Next Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 3: Shubman Gill, Rishabh Pant Solid As India Go Past 400 vs NZ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment