Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 2.63 લાખ LRD ઉમેદવારની લેખિત પરીક્ષા:બાયોમેટ્રિક સહિતની પ્રોસેસ સાથે પ્રવેશ; ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ

    1 day ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે, 14 જૂન અને રવિવારના રોજ મેગા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ભાગ લેનારા અંદાજિત 6.36 લાખ ઉમેદવારોમાંથી કડક પરીક્ષા ઉત્તીર્ણ કરીને કુલ 2,63,345 ઉમેદવારો આ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે, જેઓ આજે વિવિધ કેન્દ્રો પર પોતાનું નસીબ અજમાવશે. ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે તમામ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વિશાળ પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યા સુધી યોજાશે, જેમાં ઉમેદવારોએ 200 માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિનો સામનો કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના કોલલેટર ગત 6 જૂનથી જ ઓનલાઇન ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા. સવારના 7.30 વાગ્યાથી જ તમામ ઉમેદવારોને બાયોમેટ્રિક સહિતની પ્રસેસ બાદ પ્રેવશ આપવામાં આવી રહ્યો છે. ગેરરીતીને રોકવા સેન્ટર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે હાલમાં તમામ ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલમાં પ્રવેશ મેળવી રહ્યાં છે. 26 હજારથી વધુ અધિકારીઓ અને સ્ટાફનો લોખંડી પહેરો ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક, નકલરહિત અને ગેરરીતિમુક્ત બનાવવા માટે સરકારી તંત્રએ કમર કસી છે. પરીક્ષાની સિક્યોરિટી અને સુપરવિઝન કામગીરી માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના આશરે 17,000 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 26,000થી વધુનો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર પર ભરતી બોર્ડના વિશેષ પ્રતિનિધિ તરીકે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અથવા PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારી હાજર રહેશે. ડમી ઉમેદવારોને રોકવા AI અને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે પરીક્ષામાં ડિજિટલ સિક્યોરિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ કેન્દ્ર પર ડમી ઉમેદવાર બેસી ન જાય તે માટે પરીક્ષાર્થીઓની ઓળખની ચકાસણી કરવા બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેસિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી (ચેહરો ઓળખવાની સિસ્ટમ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં, પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રી જે લોજિસ્ટિક વાહનો દ્વારા લાવવા-લઇ જવામાં આવશે, તે તમામ વાહનોનું જીપીએસ (GPS) મારફતે રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભુલકાને લાડ લડાવ્યા, મહિલાઓએ PMનો હાથ કપાળે લગાવ્યો:ફ્રાન્સ પહોંચ્યા મોદી, ભારતીય સમુદાયે સ્વાગત કર્યું; આજે મેક્રોન સાથે મુલાકાત
    Next Article
    સમીના કનીજમાં ગાભણી ભેંસને કાપી મારી નાખી:ખેતરમાંથી માથું અને અવશેષો મળ્યા, અજાણ્યા સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment