Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીના કનીજમાં ગાભણી ભેંસને કાપી મારી નાખી:ખેતરમાંથી માથું અને અવશેષો મળ્યા, અજાણ્યા સામે ગુનો દાખલ

    21 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાના કનીજ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમમાંથી ચરવા ગયેલી છ મહિનાની ગાભણી ભેંસ ગુમ થયા બાદ બીજા દિવસે તેનું કપાયેલું માથું અને અવશેષો કોથળામાંથી મળી આવ્યા હતા. આ મામલે સમી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેત મજૂરી અને પશુપાલનનો વ્યવસાય કરતા બેચરભાઈ વિરમભાઈ ઠાકોર ગત તારીખ 12 જૂન, 2026ના રોજ સવારે 7 વાગ્યે પોતાના ચાર પશુધનને ગામની ખાપડચી તલાવડી પાસે ચરાવવા લઈ ગયા હતા. બપોરે 3 વાગ્યે તેઓ પશુઓને ત્યાં ચરતા મૂકી ઘરે જમવા આવ્યા હતા. સાંજે 4 વાગ્યે પરત ફરતા ચારમાંથી એક ગાભણી ભેંસ ગાયબ જણાઈ હતી. આજુબાજુ અને અન્ય લોકો પાસે શોધખોળ કરવા છતાં ભેંસનો કોઈ પતો લાગ્યો ન હતો, જેથી તેઓ સાંજે 7 વાગ્યે બાકીની ત્રણ ભેંસો સાથે ઘરે પરત ફર્યા હતા. ભેંસની શોધખોળ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. 13 જૂન, 2026ના રોજ સવારે 7 વાગ્યે સીમમાં તપાસ કરતા ગોધાણા ગામના કિશનભાઈ નાનજીભાઈ ઠાકોરના પડતર ખેતરમાં પશુના તાજા કપાયેલા અવશેષો અને લોહીના ડાઘ જોવા મળ્યા. ત્યાંથી આગળ કનીજથી ગોચનાદ જતા રસ્તા પર વજાભાઈ જેવતભાઈ ઠાકોરના ખેતર બહાર રોડની સાઈડમાં ત્રણથી ચાર કોથળા પડેલા હતા, જેમાં પશુના કપાયેલા અવશેષો ભરેલા હતા. વધુ તપાસ કરતા ભરતભાઈ પરમાભાઈ ચૌધરીના ખેતર પાસે રોડની સાઈડમાં પડેલા એક અન્ય કોથળામાંથી ભેંસનું કપાયેલું માથું અને ચામડી મળી આવ્યા હતા. આ માથું ગુમ થયેલી ગાભણી ભેંસનું જ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટના બાદ બેચરભાઈ ઠાકોરે સમી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની કલમ 173 અને બી.એન.એસ.ની કલમ 325 હેઠળ ફરિયાદ નોંધાવી છે. સમી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 2.63 લાખ LRD ઉમેદવારની લેખિત પરીક્ષા:બાયોમેટ્રિક સહિતની પ્રોસેસ સાથે પ્રવેશ; ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ
    Next Article
    Tired Of Green Card Wait, Indian Couple Moves To Bengaluru To Build Startup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment