Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણા બોરડીમાં રૂ.26.16 લાખની પૂર સંરક્ષણ દિવાલના કામમાં ગેરરીતિનો આક્ષેપ:ઈન્ચાર્જ TDOએ પૂર્વ સરપંચ સાંગાભાઈ મોરી અને લક્ષ્મીબેન મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

    16 hours ago

    પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે સરકારી કામમાં ગેરરીતિ આચર્યાનો મામલો સામે આવ્યો છે. ગામમાં રૂ.26,16,351ના ખર્ચે બનાવવામાં આવેલી પૂર સંરક્ષણ દિવાલના કામમાં મંજૂર સ્થળને બદલે અંગત ખેતરના રક્ષણ માટે દિવાલ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગામના પૂર્વ સરપંચ સાંગાભાઈ જીવાભાઈ મોરી અને લક્ષ્મીબેન સાંગાભાઈ મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2014-15માં 428.45 મીટરની દિવાલને મંજૂરી મળી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2014-15 દરમિયાન રાણા બોરડી ગામમાં 428.45 મીટર લંબાઈની પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કામ માટે રૂ.26,16,351નું એસ્ટિમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એસ્ટિમેન્ટ સાથે જોડાયેલા સાઇટ પ્લાનના રફ સ્કેચમાં દિવાલની શરૂઆતનો પોઇન્ટ રેલવેના ગળનાળા પાસે દર્શાવવામાં આવ્યો હતો. આથી દિવાલનું કામ રેલવેના ગળનાળા પાસેથી શરૂ કરી મંજૂર આયોજન મુજબ આગળ વધારવાનું હતું. મંજૂર સ્થળને બદલે અંગત ખેતર પાસે દિવાલ બનાવી હોવાનો આક્ષેપ જોકે, ફરિયાદ મુજબ મંજૂર સ્થળે દિવાલ બનાવવાને બદલે તેની વિરુદ્ધ દિશામાં વોકળાના કાંઠે અંગત ખેતરના રક્ષણ માટે દિવાલ બનાવવામાં આવી હતી. આમ, જાહેર હિત માટે ફાળવવામાં આવેલા સરકારી નાણાંનો ઉપયોગ અંગત હિત માટે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પૂર્વ સરપંચ તરીકેની જવાબદારીનો દુરુપયોગ કરીને એકબીજાની મદદગારીથી સરકારી નાણાંની ગેરરીતિ આચરવામાં આવી હોવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી ફરિયાદ આ સમગ્ર મામલે રાણાવાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કરશનભાઈ વિસાભાઈ ઓડેદરાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પૂર્વ સરપંચ સાંગાભાઈ જીવાભાઈ મોરી અને લક્ષ્મીબેન સાંગાભાઈ મોરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રૂ.26 લાખથી વધુના સરકારી ખર્ચે થયેલા કામમાં મંજૂર સ્થળ અને વાસ્તવિક સ્થળ વચ્ચે તફાવત હોવાના આક્ષેપને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સરકારી કામની મંજૂરી, સાઇટ પ્લાન અને વાસ્તવમાં થયેલા બાંધકામ સહિતની વિગતો ચકાસવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    E20 પેટ્રોલમાં 31.2% સુધી ઇથેનોલ મિશ્રિત:વાહનોનું માઈલેજ ઘટ્યું અને જાળવણીનો ખર્ચ વધ્યો, કર્ણાટક સરકારે કેન્દ્ર પાસેથી વળતર માંગ્યું
    Next Article
    વ્યાજખોરીના ગંભીર કેસમાં હિરલબા જાડેજાને કોર્ટનો ઝટકો, જામીન અપીલ ફગાવાઈ:સરકારી પક્ષની દલીલો બાદ એડિશનલ સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment