Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    E20 પેટ્રોલમાં 31.2% સુધી ઇથેનોલ મિશ્રિત:વાહનોનું માઈલેજ ઘટ્યું અને જાળવણીનો ખર્ચ વધ્યો, કર્ણાટક સરકારે કેન્દ્ર પાસેથી વળતર માંગ્યું

    17 hours ago

    કર્ણાટક સરકારે તેલ કંપનીઓ પર પેટ્રોલમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવવાનો આરોપ લગાવ્યો છે. નિયમ મુજબ E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ હોવું જોઈએ, પરંતુ લેબ તપાસમાં તે 31.2% સુધી હોવાનું જાણવા મળ્યું. કર્ણાટક સરકારનું કહેવું છે કે આ ભેળસેળથી વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને જાળવણીનો ખર્ચ વધી રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે વાહનોને થયેલા નુકસાનની ભરપાઈ માટે એક વિશેષ વળતર ભંડોળ બનાવવું જોઈએ. સરકારી લેબમાંથી જવાબ ન મળ્યો, ખાનગી તપાસમાં ખુલાસો મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે રાજ્ય સરકારે ઇન્ડિયન ઑઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, નયારા અને શેલ જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પરથી 63 નમૂનાઓ એકત્ર કર્યા. શરૂઆતમાં તેલ કંપનીઓની પોતાની લેબોરેટરીમાંથી ઇથેનોલની યોગ્ય માત્રા અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો, જેના કારણે ગેરરીતિની શંકા ઊભી થઈ. ત્યારબાદ સરકારે બેંગલુરુની ISO અને NABLથી માન્યતા પ્રાપ્ત ખાનગી લેબ 'શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'માં તપાસ કરાવી, જ્યાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ ભેળવવાની પુષ્ટિ થઈ. કઈ કંપનીના પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભળેલું હતું? લેબ તપાસમાં સામે આવ્યું કે તમામ મોટી તેલ કંપનીઓના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20%ની મર્યાદા કરતાં ઘણું વધારે હતું. બેંગલુરુ અર્બન સહિત 7 જિલ્લાઓના નમૂનાઓમાં IOCLના પેટ્રોલમાં સૌથી વધુ 31.2% સુધી ઇથેનોલ મળ્યું. તેના અન્ય નમૂનામાં 20.8% ઇથેનોલ મળી આવ્યું. બીજી તરફ, HPCLના પાવર પેટ્રોલમાં 30.5% અને સામાન્ય પેટ્રોલમાં 27% ઇથેનોલ મળી આવ્યું. BPCLના સ્પીડ પેટ્રોલમાં 26.5% અને અન્ય નમૂનાઓમાં 24.2% તથા 22.6% ઇથેનોલ મળ્યું. આ ઉપરાંત, નાયરાના પેટ્રોલમાં 26.1%, શેલના પેટ્રોલમાં 25.5% અને MRPLના પેટ્રોલમાં 19.2% સુધી ઇથેનોલ નોંધાયું. ગાડી માલિકોને ₹1 લાખ કરોડનું નુકસાન કર્ણાટકના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ઉપભોક્તા બાબતોના મંત્રી રિઝવાન અરશદે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની જનતા સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમને વાસ્તવમાં કેટલું ઇથેનોલ મિશ્રિત બળતણ આપવામાં આવી રહ્યું છે. કર્ણાટક સરકારના આંકડા મુજબ… કેન્દ્ર સરકારે વળતર ફંડ બનાવવું જોઈએ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માંગ કરી છે કે તે વાહનચાલકો માટે એક ખાસ વળતર ફંડ બનાવે. આ ફંડનો હેતુ એવા લોકોને આર્થિક મદદ આપવાનો છે, જેમના વાહનોના એન્જિન પેટ્રોલમાં વધુ ઈથેનોલને કારણે ખરાબ થઈ રહ્યા છે અથવા જેમનો પેટ્રોલનો ખર્ચ અને માઈલેજમાં નુકસાન વધી રહ્યું છે. દેશમાં એથનોલની 2 પેઢીઓ ઉપલબ્ધ, સરકારનું ધ્યાન ત્રીજી પેઢીના બાયોફ્યુઅલ પર
    Click here to Read More
    Previous Article
    Ground Report । જુઓ ગુજરાતના મહત્વના તમામ સમાચાર 'ગ્રાઉન્ડ રિપોર્ટ'માં | Lion Attack | Farmer News
    Next Article
    રાણા બોરડીમાં રૂ.26.16 લાખની પૂર સંરક્ષણ દિવાલના કામમાં ગેરરીતિનો આક્ષેપ:ઈન્ચાર્જ TDOએ પૂર્વ સરપંચ સાંગાભાઈ મોરી અને લક્ષ્મીબેન મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment