Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરીના ગંભીર કેસમાં હિરલબા જાડેજાને કોર્ટનો ઝટકો, જામીન અપીલ ફગાવાઈ:સરકારી પક્ષની દલીલો બાદ એડિશનલ સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો

    15 hours ago

    વ્યાજખોરી, ધાકધમકી અને મિલકત સંબંધિત ગંભીર ગુનામાં છેલ્લા 15 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં રહેલાં આરોપી હિરલબા વા/ઓ ભુરાભાઈ જાડેજાને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જામીન પર મુક્ત થવા માટે આરોપી દ્વારા કરવામાં આવેલી અપીલને પોરબંદરની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણયથી આરોપીની જામીન પર મુક્ત થવાની આશા પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં હિરલબા જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં BNSની કલમ 308(5), 351(3), 352, 127(2), 54 તેમજ ગુજરાત નાણાધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40, 42(એ) અને 42(ડી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા બાદ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી હિરલબા જાડેજા છેલ્લા 15 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં છે. ટ્રાયલ કોર્ટમાં અરજી નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં અપીલ લાંબા સમયથી જેલમાં રહેલાં હિરલબા જાડેજાએ જામીન પર મુક્ત થવા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, ટ્રાયલ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ આરોપી દ્વારા જામીન મેળવવા માટે એડિશનલ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સરકારી વકીલે જામીનનો કર્યો વિરોધ જામીન અપીલની સુનાવણી દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. હુંબલે જરૂરી મુદ્દાઓ સાથે સોગંદનામું રજૂ કર્યું હતું. બીજી તરફ, સરકારી વકીલ એ.જે. લીલાએ આરોપીને જામીન ન આપવા માટે કોર્ટ સમક્ષ વિવિધ દલીલો રજૂ કરી હતી. એડિશનલ સેશન્સ જજે જામીન અપીલ ફગાવી સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્યાને લેતાં એડિશનલ સેશન્સ જજ બી.જે. પટેલે આરોપી હિરલબા વા/ઓ ભુરાભાઈ જાડેજાની જામીન અપીલ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. પરિણામે આરોપીએ હાલ જેલમાં જ રહેવું પડશે. વ્યાજખોરી અને મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસની કડક કાર્યવાહી ઉલ્લેખનીય છે કે, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વ્યાજખોરી અને મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં જામીન અપીલ ફગાવવાનો નિર્ણય પણ પોલીસની રજૂઆતો બાદ આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાણા બોરડીમાં રૂ.26.16 લાખની પૂર સંરક્ષણ દિવાલના કામમાં ગેરરીતિનો આક્ષેપ:ઈન્ચાર્જ TDOએ પૂર્વ સરપંચ સાંગાભાઈ મોરી અને લક્ષ્મીબેન મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
    Next Article
    Oil Companies Reject Karnataka Minister's '30% Ethanol' Charge Over E20 Petrol, Question Testing Method

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment