Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં 26.04 લાખનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકને પરત:કલ્યાણપર ગામેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુપ્રત કરાઈ

    1 day ago

    ટંકારાના કલ્યાણપર ગામેથી ચોરાયેલા ₹26.04 લાખના મુદ્દામાલને પોલીસે મૂળ માલિકને પરત કર્યો છે. પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડી, મુદ્દામાલ કબજે કર્યો હતો અને કોર્ટની મંજૂરી બાદ SPની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ ઘટના ગત 14 ફેબ્રુઆરીના રોજ બની હતી. કલ્યાણપર ગામના જયંતીલાલ ઉજરીયાનું મકાન સવારે 9:30 થી બપોરે 1:30 દરમિયાન બંધ હતું, ત્યારે તસ્કરે તેને નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, એક જોડી પાટલા, એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા, સોના-ચાંદીની ગીનીઓ અને ₹2.12 લાખ રોકડા સહિત કુલ ₹26.04 લાખથી વધુની ચોરી થઈ હતી. જયંતીલાલ ઉજરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી સોહિલ સતારભાઈ દલની ધરપકડ કરી હતી. આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ ગામ નજીકના કબ્રસ્તાનમાં દાટ્યો હતો, જ્યાંથી પોલીસે તેને કબજે કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો હતો. ત્યારબાદ, કોર્ટમાંથી મંજૂરી મેળવીને મોરબી જિલ્લા SP કચેરી ખાતે ફરિયાદીને બોલાવવામાં આવ્યા હતા. SP મુકેશકુમાર પટેલ, DYSP સમીર સારડા, LCB PI એમ.પી. પંડ્યા અને ટંકારાના PI કે.એમ. છાસીયાની હાજરીમાં ભોગ બનેલા પરિવારને ₹26.04 લાખનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરના કુંડા ગામની પ્રસૂતાને ઝોળીમાં ઊંચકવી પડી:ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં હોસ્પિટલ ખસેડાઈ
    Next Article
    અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા: જગદીશ વિશ્વકર્મા:સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે કાર્યક્રમનો છઠ્ઠો દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment