Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ માટે 26 એપ્રિલે મતદાન:બાળકોની નજર સામે ₹200 માટે માતાની હત્યા; 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી, એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

    14 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ગુજરાતમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આચારસંહિતા લાગુ થશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારાનો વટહુકમ રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે..હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. આ સાથે 135-ડીની નોટિસનો સમય 30 દિવસથી ઘટાડી 7 દિવસનો કરાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ... ટિકિટોમાં સેટિંગ ન થાય માટે નિરિક્ષિકોના નામ પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.ભાજપ કાર્યાલય દાવેદારોની ભીડથી ઉભરાયા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી શિક્ષણ વિભાગે ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી... TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ,,, 15 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી અરજી કરી શકાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નર્મદા પરિક્રમાવાસીનો બાઈકસવાર પર હુમલો નર્મદા પરિક્રમા કરી રહેલા એક શખસે રસ્તા પરથી પસાર થતા બાઈક ચાલક પર ત્રિશૂળ વડે હુમલો કર્યો.. હુમલામાં બાઈક ચાલક ઘાયલ તો હુમલાખોર ઈજાગ્રસ્તની બાઈક લઈને ફરાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 200 રૂપિયા ના આપતા પતિએ પત્નીને મારી નાંખી અમદાવાદના થલતેજમાં બાળકોની સામે પતિએ પત્નીને પેટમાં છરી મારી મોતને ઘાટ ઉતારી.... બાળકોને એમ્બ્યુલન્સને ફોન પણ ના કરવા દીધો .... પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ આ કૃત્ય કર્યુ .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી..બંનેએ રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો અને રડતા રડતા વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હત્યાના આરોપીએ જેલમાંથી નીકળીને કરી ગુંડાગર્દી અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હત્યાના આરોપીઓએ આતંક મચાવ્યો..આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિન GIDCમાં વહેલી સવારે આગ લાગી સુરતની સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે આગની ઘટના બની. ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી..આગથી કરોડોના નુક્શાનની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું કાળઝાળ ગરમીમાં ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું... સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી:28મીએ મતગણતરી, 4.18 કરોડ મતદારો કરશે મતદાન; આજથી આચારસંહિતાનો અમલ શરૂ
    Next Article
    વેરાવળ કમ્પોઝ યાર્ડમાં આગ બેકાબૂ:બે દિવસથી ઝેરી ધુમાડાથી ગંભીર પ્રદૂષણ, 50થી વધુ ખેડૂત પરિવાર જોખમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment