Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી:28મીએ મતગણતરી, 4.18 કરોડ મતદારો કરશે મતદાન; આજથી આચારસંહિતાનો અમલ શરૂ

    17 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. 26 એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. મતદાન માટે કયા પુરાવા માન્ય રહેશે ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગ્યા ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2021માં 23 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી 2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખે 23 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે SIRની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે જાહેર કરાયેલી પ્રથમ યાદી 2021 અને 2015માં રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આ સમાચાર પણ વાંચોઃ સેન્સ પ્રક્રિયા માટે ભાજપે 'સ્પેશિયલ 26' સ્ટાઇલમાં દાવેદારોનો દાવ કર્યો આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજ પ્રદેશ હાઇકમાન્ડે ઇન્કમટેક્સ અધિકારીઓ જે રીતે રેડ કરવા જાય એવી સ્ટ્રેટેજી અપનાવી હતી. ટિકિટોમાં સેટિંગ ન થાય એટલા માટે નિરિક્ષિકોના નામને લઈ સૌને અંધારામાં રાખ્યા હતા અને છેક સુધી નામો જાહેર કર્યા નહોતા. સવારે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે દાવેદારોને પણ આંચકો લાગ્યો હતો. રાજકોટમાં તો અમદાવાદ ભાજપની ટીમ સેન્સ માટે સીધી જ હાજર થઈ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટથી 94,000 ટન LPG લઈને બે જહાજ ભારત પહોંચ્યા:ટ્રમ્પે કહ્યું- અમેરિકા NATOથી અલગ થઈ શકે છે, જરૂરિયાતના સમયે મદદ ન કરી
    Next Article
    સ્થાનિક સ્વરાજ માટે 26 એપ્રિલે મતદાન:બાળકોની નજર સામે ₹200 માટે માતાની હત્યા; 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી, એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment