Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ સ્ટ્રેટથી 94,000 ટન LPG લઈને બે જહાજ ભારત પહોંચ્યા:ટ્રમ્પે કહ્યું- અમેરિકા NATOથી અલગ થઈ શકે છે, જરૂરિયાતના સમયે મદદ ન કરી

    1 day ago

    મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. UAE થી LPG લઈને આવેલા બે ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા છે. પહેલું ટેન્કર BW TYR 31 માર્ચના રોજ મુંબઈ પહોંચ્યું. આ જહાજ UAE ના રાસ અલ ખૈમાહથી નીકળ્યું હતું અને આશરે 6 દિવસમાં ભારત પહોંચ્યું. આમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માટે ગેસ લાવવામાં આવ્યો છે. બીજું ટેન્કર BW ELM 1 એપ્રિલના રોજ ન્યૂ મેંગલોર પાસે પહોંચ્યું. આ જહાજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) માટે LPG લઈને આવ્યું છે. આ બંને જહાજોમાં કુલ મળીને લગભગ 94,000 ટન LPG ભારત પહોંચી છે. બંને જહાજો પર 50 થી વધુ ભારતીય નાવિકો પણ હાજર હતા. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 8 ભારતીય જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ NATO માંથી બહાર નીકળવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે NATO ને કાગનો વાઘ ગણાવ્યો. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ પહેલાથી જ NATOથી વધુ પ્રભાવિત નહોતા અને તેમને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ જ માને છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હંમેશા પોતાના સાથીઓ માટે ઊભું રહ્યું છે, પરંતુ આ વખતે કોઈ પણ અમેરિકાની સાથે આવ્યું નથી. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Kanpur Kidney Transplant Racket: किडनी कांड में खुलासा, इन मरीजों को चुनते थे दलाल, फिर...| Illegal
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી:28મીએ મતગણતરી, 4.18 કરોડ મતદારો કરશે મતદાન; આજથી આચારસંહિતાનો અમલ શરૂ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment