Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 એપ્રિલે PM મોદી ગુજરાત આવી શકે:અમિત શાહ, આનંદબેન પટેલ અને મંગુભાઇ પટેલ ગુજરાતમાં મતદાન કરશે, દિગ્ગજોના આગમનને પગલે તંત્ર એલર્ટ

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આવતી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના કારણે ચૂંટણીને ખાસ મહત્વ મળ્યું છે. અમિત શાહ અમદાવાદામાં મતદાન કરશે સૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે તેમ છે. તેમના મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા-વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તે જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. સૂત્રો મુજબ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં દેખાઈ:રાજકોટના વોર્ડ નં.8માં કોંગ્રેસ કાર્યાલયમાં રસોઈ દેશી ચૂલામાં બનાવવા શરૂઆત કરાઈ, બમણા રૂપિયા આપતા પણ ગેસ સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદ
    Next Article
    GCAS પોર્ટલ સામે ABVPનો વિરોધ:નવસારીમાં રસ્તા રોકો આંદોલન કરતા કાર્યકર્તાઓની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment