Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલ સામે ABVPનો વિરોધ:નવસારીમાં રસ્તા રોકો આંદોલન કરતા કાર્યકર્તાઓની અટકાયત

    6 days ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નવસારીમાં ABVPના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરીને પોર્ટલની ખામીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે રસ્તા પર ઉતરેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિમાં અનેક ખામીઓ છે. આ ખામીઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ABVPના સ્થાનિક નેતા અક્ષય શાહે જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ વિદ્યાર્થીઓની સુવિધા માટે બનાવાયું હતું, પરંતુ તેનાથી મુશ્કેલીઓ વધી છે. તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે 31 મેરિટ રાઉન્ડ થયા હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ન હતો. શાહે સ્પષ્ટ માંગ કરી હતી કે આ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓને પણ સામેલ કરવામાં આવે. જો તમામ યુનિવર્સિટીઓ એક જ પોર્ટલ પર હશે, તો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી નહીં રહે. આનાથી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં મોંઘી ફી ભરીને પ્રવેશ લેવાની ફરજ નહીં પડે. વિદ્યાર્થી પરિષદની મુખ્ય માંગણીઓમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓને ફરજિયાત સામેલ કરવી, મેરિટ સિસ્ટમ અને વેરિફિકેશન રાઉન્ડમાં રહેલી ટેકનિકલ ખામીઓ સુધારવી, અને ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી ન રહે તે માટે પારદર્શક નીતિ બનાવવાનો સમાવેશ થાય છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં સરકાર GCAS પોર્ટલમાં જરૂરી સુધારા નહીં કરે, તો આ આંદોલન રાજ્યના દરેક નગર, શહેર અને તાલુકા સ્તર સુધી લઈ જવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    26 એપ્રિલે PM મોદી ગુજરાત આવી શકે:અમિત શાહ, આનંદબેન પટેલ અને મંગુભાઇ પટેલ ગુજરાતમાં મતદાન કરશે, દિગ્ગજોના આગમનને પગલે તંત્ર એલર્ટ
    Next Article
    Alia Bhatt’s sister Shaheen Bhatt engaged to boyfriend Ishaan Mehra; ex Rohan Joshi, Neetu Kapoor react

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment